બૉલીવુડ અભિનેતા બૉબી દેઓલની વેબ સીરીઝ આશ્રમ નું ચેપ્ટર ૨ રિલીઝ થઇ ચૂકી છે. પહેલી સિઝનમાં શાનદાર સફળતા બાદ તમામ આની બીજી સિઝનનો ઇન્તજાર હતો. આવામાં ચેપ્ટર ૨ના ટ્રેલરને પણ સોશ્યલ મીડિયા પર ખુબ સારો રિસ્પૉન્સ મળ્યો હતો. વેબ સીરીઝનુ ચેપ્ટર ૧ ઓગસ્ટમાં રિલીઝ કરવામાં આવ્યુ હતુ, જેને દૃર્શકોએ ખુબ પસંદૃ કર્યુ હતુ.
પ્રકાશ ઝાના ડાયરેક્શનમાં બનેલી વેબ સીરીઝ આશ્રમનુ ચેપ્ટર ૨ના નવ એપિસૉડને એમએક્સ પ્લેયર પર જોઇ શકાય છે. વેબ સીરીઝ આશ્રમમાં બૉબી દેઓલે કાશીપુર વાળા બાબા નિરાલાનો નેગેટિવ રૉલ કર્યો છે. વેબ સીરીઝ આશ્રમમાં બૉબી દેઓલ ઉપરાંત આદિતિ પોહનકર, ચંદન રૉય, સાન્યાલ, દર્શન કુમાર, તુષાર પાંડે, અનુપ્રિયો ગોયનકા, ત્રિધા ચૌધરી, સચિન શ્રોફ અને અનિલ રસ્તોગી જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા નિભાવી છે.