નીતિ ટેલર અને પરીક્ષિત બાવા સાથે ’બેપનાહ’ એક્ટર તાહેર શબ્બીરે પણ આ વર્ષે લગ્ન કરી લીધા છે. જેનિફર વિન્ગેટ સાથે ટીવી શો ’બેપનાહ’માં કામ કરી ચૂકેલા એક્ટર તાહેર શબ્બીરે હાલમાં જ તેમની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અક્ષિતા ગાંધી સાથે લગ્ન કરી લીધા છે. આ પહેલાં ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ બંનેએ સિક્રેટ સેરેમનીમાં સગાઈ કરી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વેડિંગ સેરેમનીમાં માત્ર નજીકના સંબંધીઓ જ સામેલ થયા હતા.
તાહેરે લગ્ન બાદ દૃુલ્હાના અવતારમાં તેની પહેલી ઝલક શેર કરી છે. એક્ટરે ઇન્સ્ટાગ્રામ પર તેના લેડી લવ અક્ષિતા સાથે લગ્ન અને સગાઈના અમુક ફોટોઝ શેર કર્યા છે. લાલ અને સફેદ શેરવાનીમાં એક્ટર ટ્રેડિશનલ અવતારમાં દૃેખાયો છે. ફોટોઝ શેર કરીને તાહેરે પોપ્યુલર કવિ શમ્સ રૂમીની એક સુંદૃર લાઈન શેર કરી લખ્યું, ’ભટકતા શમ્સને આખરે રૂમી મળી ગઈ, અને તેણે હા કહૃાું. ત્યારબાદ બંને હંમેશાં માટે એક થઇ ગયા.
ફોટોઝ સામે આવતા જ ઇન્ડસ્ટ્રીના મિત્રો વધામણી આપી રહૃાા છે. આકાંક્ષા રંજન કપૂર, નીલ નીતિન મુકેશ, શમા સિકંદૃર સહિત ઘણા લોકોએ તેમને િંજદૃગીની નવી શરૂઆત માટે શુભકામના આપી છે. એક્ટર તાહેર શબ્બીર છેલ્લે જેનિફર વિન્ગેટ અને હર્ષદૃ ચોપરા સાથે ટીવી શો ’બેપનાહ’માં દૃેખાયો હતો. ટીવી શો સિવાય તાહેર ફિલ્મ ’નામ શબાના’ અને ’ફેન’માં પણ દૃેખાયો હતો. કિઆરા અડવાણી સ્ટારર નેટલિક્સ પરની ફિલ્મ ’ગિલ્ટ’માં પણ તાહેર શબ્બીરનો મહત્ત્વનો રોલ હતો.