બિહારમાં પ્રચાર દરમિયાન રેપ થશે તેવો ડર લાગતો હતો, અમિષા પટેલની ઓડિયો ક્લિપ વાયરલ

41

બિહારના ચૂંટણી પ્રચાર દરમિયાન એક્ટ્રેસ અમિષા પટેલના નામની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને તેનાથી બિહારના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમિષા પટેલ ૨૬ ઓક્ટોબરે ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર ડો.પ્રકાશ ચંદ્રાના પ્રચાર માટે આવી હતી.તેણે ચૂંટણી પ્રચાર કર્યો હતો અને રોડ શો પણ કર્યો હતો.અમિષાએ ડો.ચંદ્રાને જીતાડવા માટે લોકોને અપીલ પણ કરી હતી.

જોકે હવે એક ઓડિયો ક્લિપ સપાટી પર આવી છે અને સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ક્લિપમાં પોતાને અમિષા પટેલ તરીકે ઓળખાવતી મહિલા કહે છે કે, ડો.પ્રકાશ ચંદ્રા એક નંબરના જુઠ્ઠા અને બ્લેકમેલર વ્યક્તિ છે.પ્રચાર દરમિયાન તેમણે મને બહુ હેરાન કરી હતી.મારો ચૂંટણી પ્રચારનો અનુભવ બહુ ખરાબ રહૃાો છે.મારો રેપ થશે તેવી મને બીક લાગતી હતી.હું સુઈ પણ શકી નહોતી.

હું એટલી ગભરાઈ ગઈ હતી કે, બીજા દિવસે સવારની ફલાઈટમાં મારા જ પૈસાથી ટિકિટ કઢાવીને પાછી આવી ગઈ હતી. જોકે અમિષા પટેલના નામે વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપમાં અવાજ અમિષાનો જ છે કે નહીં તેનુ સમર્થન અમિષા પટેલે પોતે હજી આપ્યુ નથી પણ આ ઓડિયો ક્લિપ ચર્ચાનો વિષય બની છે.