બિગબોસ ફેમ મહેક ચહલએ જણાવ્યું સગાઈ તૂટવાનું કારણ !

મહેક ચહલ
મહેક ચહલ

બ્રેકઅપ પછી મહેક ચહલને તેના પરિવાર અને મિત્રોએ સતત સહારો આપ્યો છે

મનોરંજન જગતમાં સતત સંબંધો જોડાય છે અને તૂટી પણ જાય છે

અહિ ઘણા રિલેશન લગ્ન સુધી પણ પહોંચી જાય છે, તો ઘણા અધવચ્ચે ખતમ થઇ જાય છે. બિગ બોસ ફેઇમ અભિનેત્રી મહેક ચહલ અને અશ્મિત પટેલ પાંચ વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા હતાં. બંનેએ સગાઇ પણ કરી લીધી હતી. પરંતુ હવે સગાઇ તોડી નાંખી છે.

Subscribe Saurashtra Kranti here

મહેક અને અશ્મિતના બ્રેકઅપની વાતોએ ખુબ ચર્ચા જગાવી હતી. મહેકે આ વિશે વધુ એક વખત પોતાની વાત જણાવતાં કહ્યુ હતું કે અશ્મિત સાથેની રિલેશનશીપ ખતમ થઇ તેમાં હું મારી જાતને જવાબદાર ગણતી નથી. તેણે કહ્યું હતું કે તમે કોઇને સાથે રહો તો તેને ખુબ નજીકથી ઓળખવા માંડો છો. મને લાગે છે કે અશ્મિત પટેલ મારા માટે યોગ્ય વ્યકિત નહોતો.

Read About Weather here

બ્રેકઅપ પછી મને મારા પરિવાર અને મિત્રોએ સતત સહારો આપ્યો છે. લોકડાઉનને કારણે મેં ઘણો સમય ગોવામાં વિતાવ્યો છે. હું જરૂર પડ્યે જ મુંબઇ આવુ છું. મહેક કહે છે સમય બધુ ઠીક કરી દે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here