બાબિતાજી એ છોડી તારક મહેતા સિરિયલ ? : આસિત મોદીએ કરી સ્પષ્ટતા

બાબિતાજી એ છોડી તારક મહેતા સિરિયલ ? : આસિત મોદીએ કરી સ્પષ્ટતા
બાબિતાજી એ છોડી તારક મહેતા સિરિયલ ? : આસિત મોદીએ કરી સ્પષ્ટતા

SONY TV પર ચાલતી પ્રખ્યાત સિરિયલ ‘તારક મહેતા ક ઉલ્ટા ચશ્મામાં’ અનેક પાત્રો બદલાયા છે. દયાના પાત્રને લઈને પણ લોકોમાં ચર્ચા ઊડી છે કે દયાની જગ્યાએ બીજા કોને પાત્ર આપવામાં આવશે. આ સાથે મુનમુન દત્તા જે બબિતાજીનું પાત્ર ભજવી રહી છે તે સિરિયલમાં છેલ્લા એક મહિનાથી ન દેખાતા ફરી એકવાર લોકોમાં બાબિતાજીના પાત્ર અંગે વિવાદ ઊભો થયો છે.

Subscribe Saurashtra Kranti here

હકીકતમાં ગત મહિનાથી ટેલિકાસ્ટ થઈ રહેલા કેટલાક એપિસોડમાં મુનમુન દત્તા નજર આવી નથી રહી. આ વચ્ચે જણાવી દઈએ કે, થોડા સમય પહેલા મુનમુન દત્તા એક વીડિયોને કારણે વિવાદમાં આવી હતી. તેના પર કેસ થયો હતો, જેના બાદ તેમણે માફી માંગી હતી. આવામાં મુનમુન દત્તા શોમાંથી ગાયબ જણાયા હતા. જેને કારણે દર્શકોના દિમાગમાં અનેક સવાલો પેદા થયા છે. મુનમુન દત્તાના શો છોડવાની અફવાઓ પણ ફેલાઈ છે. આ ખબર આગની જેમ સોશિયલ મીડિયા પર ફેલાઈ છે.

Read About Weather here

અસિત મોદીએ કહ્યું કે, મુનમુન દત્તા હજી પણ આ શોનો ભાગ છે અને તેઓ ક્યાંય નથી ગયા. ઈટાઈમ્સ સાથે વાત કરતા નિર્માતા આસિત મોદીએ કહ્યું કે, મુનમુન દત્તા ‘તારક મહેતા’ માં બબીતાજીના રૂપમાં શુટિંગ ચાલુ રાખશે. તેમની શો છોડવાની વાત માત્ર અફવા છે. તે સમગ્ર રીતે આધારહીન અને ખોટા સમાચાર છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here