ફિલ્મ ‘તાનાજીમાં શિવાજી રાવની ભૂમિકા ભજવી ચૂકેલ શરદ કેલકરનું ભૂમિકા ફિલ્મમાં ત્યારે સામે આવે છે જ્યારે લક્ષ્મીની આત્મા તેના મોતની કહાની સંભળાવે છે. ફિલ્મમાં શરદની એન્ટ્રીથી લઇ તેનો અભિનય દમદાર અને દર્શકોને પસંદ આવે તેવો છે. સોશિયલ મીડિયામાં પણ અક્ષયથી વધારે વખાણ શરદ કેલકરના થઇ રહૃાા છે. તમામ યૂઝર્સે તેના કામમાં વર્સટેલિટીના વખાણ કરી રહૃાા છે. ફિલ્મમાં ભલે શરદને ૧૩-૧૫ મિનિટનો રોલ મળ્યો હતો પરંતુ તેણે પોતોની ભૂમિકા ખુબ જ સારી રીતે ભજવી છે. એક યૂઝરે પોતાના ટ્વીટમાં શરદનો શિવાજીવાળો લુક અને લક્ષ્મીવાળો લુકને કોલેજ કરી શેર કરતા લખ્યું,જો અક્ષય કુમાર ફિલ્મનું હદય છે તો શરદ કેલકર ફિલ્મની આત્મા છે.
એક અન્ય યૂઝરે લક્યું,શરદ કેલકરે લક્ષ્મીના પાત્રને ખુબ જ એટ્રેક્ટિવ બનાવી દીધુ છે. આ કમાલની ફિલ્મમાં મારી એક માત્ર સીખ એ છે કે, એન્ડર રેટેડ એક્ટર શરદ કેલકરને લઇ મારી રિસ્પેક્ટ ખુબ જ વધી ગઇ છે. એક અન્ય યૂઝરે લખ્યું,હું અક્ષય કુમારનો ખુબ જ મોટો પ્રશંસક છું પરંતુ આ ફિલ્મનો અસલી હીરો શરદ કેલકર છે. જોરદાર અભિનય.
એક અન્ય યૂઝરે લખ્યું,શરદ તમે જ્યારે ફિલ્મમાં રડ્યા. તમને બેસ્ટ ઓફ લવ અને સફળતા માટે શુભેચ્છાઓ તમને જણાવી દઇએ કે, ફિલ્મને લઇ પબ્લિકનું રિએક્શન વધારે પોઝિટિવ નથી. કહેવામાં આવી રહૃાું છે કે, જે મુખ્ય મેસેજને લઇ ફિલ્મ બનાવવામાં આવી છે તેને ફિલ્મમાં ખુબ જ ઓછા સમય માટે દેખાડવામાં આવી છે.