ફિલ્મમાં રોલ આપવાને બદલે નિર્માતાએ તેની સાથે સૂવાની ડિમાન્ડ કરી હતી

Ankita lokhande-ફિલ્મ
Ankita lokhande-ફિલ્મ

Subscribe Saurashtra Kranti here

ફિલ્મી જગ

અંકિતા લોખંડેએ કર્યો સનસનીખેજ ખુલાસો

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદથી તેના ચાહકો જે રીતે અંકિતા લોખંડેને ઘેરી રહૃાાં છે તે પણ ચર્ચામાં છે. બોલિવૂડની આ ઝગમગાટભરી દૃુનિયાની પાછળ ઘણા કાળા સત્ય છુપાયેલા છે, સુશાંતના નિધનથી બોલીવુડ પર અનેક સવાલો ઉભા થઈ રહૃાા છે. બોલિવૂડમાં ઘણીવાર અભિનેત્રી સમક્ષ કામના બદલે ગંદી માંગ મુકવામાં આવે છે. હવે અંકિતા લોખંડે કાસ્ટિંગ કાઉચ પર ખુલીને બોલી છે.

સુશાંતના નિધન બાદૃ અંકિતા લોખંડે ખુલીને સામે આવી હતી. હવે અભિનેત્રીએ આવી જ કેટલીક ઘટના વિશે ખુલાસો કરતાં દરેકને ચોંકાવી દીધા છે.

નાના પડદાથી મોટા પડદા સુધીની સફર કરનારી અંકિતા લોખંડેના ઘટસ્ફોટથી સનસનાટી મચી ગઈ છે. અંકિતાના કહેવા પ્રમાણે, કોઈ ફિલ્મમાં રોલ આપવાને બદલે નિર્માતા તેની સાથે સૂવાની ડિમાન્ડ કરી હતી. આટલું જ નહીં, જ્યારે તે ફિલ્મોમાં પહોંચી ત્યારે પીઢ અભિનેતાનો ઇરાદો અને તેની સ્પર્શ કરવાની રીત યોગ્ય નહોતી લાગતી.

અંકિતાએ કહૃાું, જ્યારે મને સાઉથની ફિલ્મો માટે બોલાવવામાં આવી હતી, તે સમયે મારી ઉંમર ૧૯ થી ૨૦ વર્ષની હતી અને રૂમમાં એક માણસ હતો. તે વ્યક્તિએ મને કહૃાું કે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. આના પર મે તેમને કહૃાું, મને કહો, મારે કેવુ કોમ્પ્રોમાઇઝ કરવુ પડશે? શું મારે ડિનર પાર્ટીમાં જવાનું છે? ફિલ્મના નિર્માતાઓ શું ઇચ્છે છે? તો જવાબ હતો કે તમારે તેની સાથે સૂવુ પડશે.

Read About Weather here

અભિનેત્રીએ કહૃાું, આ પછી જ્યારે હું ટીવી પર કામ કરવા પાછી આવી ત્યારે મારે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો. તે સમયે, એક મોટા અભિનેતાએ ખોટી રીતે મારી સાથે હાથ મિલાવ્યો હતો, જેનાથી હું અસહજ થઈ ગઇ હતી. હું તે અભિનેતાનું નામ લેવાં નથી માંગતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here