18 May, 2021
HomeEntertainmentપ્રતીક ગાંધીએ જણાવ્યો પોતાના જીવનનો એક કરુણ કિસ્સો...

પ્રતીક ગાંધીએ જણાવ્યો પોતાના જીવનનો એક કરુણ કિસ્સો…

પ્રતીક ગાંધીએ કહ્યું, ‘સુરતમાં આવેલા પૂરે અમારું ઘર છીનવી લીધું હતું, પરિવાર એક રૂમ-રસોડામાં રહેતો’

પ્રતીક ગાંધીએ પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા

પ્રતીક ગાંધીએ કહ્યું, ‘સ્કેમ 1992′ બાદ મારા જીવને 180 ડિગ્રીનો ટર્ન લીધો’     

Subscribe Saurashtra Kranti here 

ગયા વર્ષે વેબ સિરીઝ ‘સ્કેમ 1992’માં પ્રતીક ગાંધીએ હર્ષદ મહેતાનું પાત્ર ભજવ્યું હતું. આ સિરીઝને કારણે પ્રતીક ગાંધી રાતોરાત સ્ટાર બની ગયો હતો. હાલમાં જ પ્રતીકે હંસલ મહેતાના ડિરેક્શનમાં બનેલી વેબ સિરીઝ પહેલાં તેનું જીવન કેવું હતું, તે અંગે વાત કરી હતી. પ્રતીકે ઘર ચલાવવા માટે ટીવી ટાવર લગાવવા તથા એન્કરિંગ જેવા કામો પણ કર્યાં હતાં. આટલું જ નહીં 2006માં જ્યારે સુરતમાં પૂર આવ્યું ત્યારે તેનું ઘર વેરવિખેર થઈ ગયું હતું. આ સમયે તે પરિવાર સાથે એક રૂમ-રસોડાવાળા ઘરમાં રહેવા ગયો હતો.

પ્રતીક ગાંધીએ ‘હ્યૂમન્સ ઓફ બોમ્બે’માં પોતાની વાત કરતાં કહ્યું હતું, ‘જ્યારે હું ચોથા ધોરણમાં હતો, ત્યારે મેં મારું પહેલું સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ માત્ર 5 મિનિટનું સ્કિટ હતું, પરંતુ મને જે તાળીઓથી વધાવવામાં આવ્યો હતો, તે હંમેશાં મારી સાથે રહી ગઈ. અહીંથી જ મારી એક્ટિંગનો પ્રયાસ શરૂ તયો અને ટૂંક સમયમાં મારી ટીચર્સે મને બીજા નાટકમાં સામેલ કરી દીધો. જોકે, અમે મધ્યમ વર્ગના હતા. પપ્પા ઘણાં જ સપોર્ટિવ હતા, પરંતુ તે કહેતા, ‘સૌ પહેલાં ડિગ્રી લો, પછી જે કરવું હોય એ કરો.’ આથી હું એન્જિનિયરિંગમાં જતો રહ્યો. ત્યારે પણ હું નાના-મોટા નાટકો તો કરતો જ હતો. ઈશ્ક તો એક્ટિંગને જ કરતો હતો.

‘ગ્રેજ્યુએશન બાદ હું મુંબઈ જતો રહ્યો. 4 વર્ષ સુધી મેં એક પ્રોજેક્ટમાં એટલા માટે કામ કર્યું કે હું એક્ટિંગ કરી શકું, પરંતુ ત્યારે મહિનાની કોઈ આવત નહોતી. આથી જ મેં ટીવી ટાવર ઈન્સ્ટોલ તથા એન્કરિંગ કરવા જેવા વિચિત્ર કામ કર્યાં હતાં. 2006માં સુરતમાં આવેલા પૂરે અમારું ઘર છીનવી લીધું હતું. મારો પરિવાર મુંબઈ આવી ગયો અને અમે ચારેય એક રૂમ-રસોડાવાળા ઘરમાં રહેવા લાગ્યા.

લગ્ન બાદ અમે પાંચ લોકો તે નાનકડી જગ્યામાં રહેતા હતા. આથી મેં ફૂલ ટાઈમ જોબ કરવાનું નક્કી કર્યું. ત્યારે પણ હું કામ પર જતા પહેલાં અને પછી 2 કલાક રિહર્સલ કરતો હતો. આ રીતે મેં 6 વર્ષ કાઢી નાખ્યા. અંતે, મને એક ગુજરાતી ફિલ્મમાં કામ મળ્યું. મેં 22 દિવસની રજા લીધી અને શૂટિંગ કર્યું. ક્યારેક ક્યારેક શૂટિંગ પૂરું થાય પછી તરત જ કામ માટે ફોન આવતો હતો. શૂટિંગ પૂરું થતાં હું કામ પર પરત આવ્યો. મેં ફિલ્મનું પ્રમોશન પણ કર્યું નહોતું.

નસીબથી ‘બેયાર’ (ડેબ્યૂ ગુજરાતી ફિલ્મ) રાતોરાત હિટ ગઈ. હું મેનસ્ટ્રીમ ગુજરાતી એક્ટર બની યો. આથી મારી પાસે બીજી ફિલ્મની ઓફર આવી અને મેં જોખમ ઉઠાવ્યું. 36 વર્ષની ઉંમરમાં મેં નોકરી છોડી દીધી. આ સમયે મારી પર ઘરની લોન હતી, એક દીકરી હતી પણ મને આ ઠી લાગ્યું. મેં હિંદી ફિલ્મ તથા સિરીઝમાં કામ કર્યું. જોકે, મને સૌથી મોટો બ્રેક હંસલ મહેતાની ટીમે કોલ કર્યો ત્યારે મળ્યો. હું ‘સ્કેમ 1992’માં હર્ષદ મહેતાના રોલ માટે શોર્ટ લિસ્ટેડ થઈ ગયો. હર્ષદ મહેતાની જૂની ન્યૂઝ ક્લિક જોવાથી લઈ સ્ટોક માર્કેટ અંગે વાંચવાનું, બધું જ મેં કર્યું.’

Read About Weather here

પ્રતીકને ખ્યાલ નહોતો કે આ વેબસિરીઝ આટલી બધી હિટ જશે. શબાના આઝમીએ જ્યારે તેને કહ્યું હતું કે તેણે 20 વર્ષનું સૌથી બેસ્ટ પર્ફર્મોન્સ આપ્યું છે તો તેની આંખમાંથી આંસુ આવી ગયા હતા. તેની પત્ની ખુશ હતી. જ્યારે સિરીઝ માટે IIFA અવોર્ડ મળ્યો ત્યારે તેના પેરેન્ટ્સ ઘણાં જ ખુશ થયા હતા.

પ્રતીકે વધુમાં કહ્યું હતું, ‘સ્કેમ’ની રિલીઝે 5 મહિના થઈ ગયા, પરંતુ મારી જીવને 180 ડિગ્રીનો ટર્ન લીધો છે. લોકો હવે મને લીડ એક્ટર તરીકે જુએ છે. જીવન એકદમ સ્પીડમાં ચાલે છે. જોકે, આ બધું એટલા માટે થયું કે 36 વર્ષની ઉંમરમાં મેં કમ્ફર્ટ ઝોનને બદલે રિસ્ક લેવાનું પસંદ કર્યું, કારણ કે રિસ્ક હૈ તો ઈશ્ક હૈ.’

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!
Enable Notifications    OK No thanks