પ્રખ્યાત ફેશન ડિઝાઇનર શરબરી દત્તાનું થયુ નિધન, ઘરના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

જાણીતા ફેશન ડિઝાઇનર શરબરી દત્તા કોલકાતામાં તેના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા છે. ગુરુવારે તેમના કોલકત્તા નિવાસસ્થાનના બાથરૂમમાં શરબરીનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે હજુ સુધી તે જાણી શકાયું નથી કે શરબરી દત્તાના મોતનું કારણ શું હતું. સમાચાર મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. પોલીસ સૂત્રોને બાતમી મળી હતી કે બાથરૂમમાં મૃતક અવસ્થામાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર શરબરી દત્તાછે એ સમયે સવા એક વાગ્યે રાત્રિના સુમારે આ બાબતની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ કોલકાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

આ બાબતે શરબરી દત્તાના પરિવારનું કહેવું છે કે ૬૩ વર્ષીય ફેશન ડિઝાઇનર છેલ્લે મંગળવારે રાત્રે જમ્યા ત્યારે અંતિમ વખત તેમને જોવા મળ્યા હતા. ત્યારબાદ શરબરી દત્તાની કોઇ સાથે વાતચીત થઈ ન હતી. આ કેસમાં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ફેશન ડિઝાઇનર શરબરી દત્તાનું કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું છે. પરંતુ તેના પરિવારના સભ્યો કહે છે કે તે એકદમ સાજી સારી હતી તેને કોઇ સમસ્યા ન હતી. જો કે, કોલકત્તા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને શરબરી દત્તાના અચાનક મોત પાછળનું કારણ શોધી રહી છે.