પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન સોશિયલ મીડિયા પર ખુબજ સક્રીય છે. તેની તસવીરો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હાલમાંજ માહિરાએ ઇંસ્ટાગ્રામ પર એક જાહેરાતનો વીડિયો શેર કર્યો. આ ટીવી કમર્શિયલનને શેર કરતા માહિરાએ લખ્યુ કે પ્યોર મેન્ગો પ્લેઝર. હવે આ જાહેરાતને લઇને ભારતીય સોશિયલ મીડિયા પર યૂઝર્સ માહિરાને ટ્રોલ કરવા લાગ્યા છે. બોલિવુડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી માહિરા ખાન જાહેરાતમાં મેન્ગો કોલ્ડ ડ્રીંક પીતી નજરે ચડે છે.
આ જાહેરાતમાં માહિરા ખુબસુરત લાગી રહી છે તો પ્રશંસકો ટ્રોલ કેમ કરી રહૃાા છે? વાત જાણે એમ છે કે આ વીડિયોને એજ અંદાજથી શુટ કરવામાં આવ્યો જેમ ભારતીય જાહેરાત કેટરીના કૈફને શુટ કરવામાં આવી હતી ડીટો કોપી સહેજ પણ ફેરફાર નહી આથી દર્શકો બરાબરના ભડક્યા હતા. આટલુ જ નહી આ વીડિયોમાં માહિરાનો ડ્રેસ અને કોલ્ડ ડ્રીંક પીવાનો અંદાજ કેટરીના કૈફ જેવો જ છે. આ વીડિયો જોયા પછી પ્રશંસકો માહિરાને ટ્રોલ કરવા લાગ્યા છે. દર્શકોનું કહેવુ છે કે માહિરાએ કેટરીનાની કોપી કરી છે. એક યૂઝરે લખ્યુ કે પાકિસ્તાની કેટરીના, તો બીજા એક યૂઝરે કહૃાુ અરે પોતાની જાતને કેટરીના ન સમજતી. ભારતીય અભિનેત્રી કેટરીના કેફનો આમસૂત્ર વાળો વીડિયો ખુબજ લોકપ્રિય થયો હતો.
ગરમી શરૂ થતા જ આ જાહેરાતનું પ્રસારણ કરવામાં આવે છે તેની લોકપ્રિયતા જોઇને જ પાકિસ્તાનના એડ મેકરે ખોટી મહેનત કર્યા વગર સીધી કોપી જ મારી દીધી છે. માહિરા ખાન શાહરૂખ ખાનની સાથે ફિલ્મ રઇસમાં નજર આવી હતી. આ સિવાય તે રણબીર કપૂર સાથે સિગરેટ પીતી હોય તેવી એક તસવીરને કારણે ચર્ચામાં આવી હતી. જો કે ભારત અને પાકિસ્તાનના સંબંધો વણસતા પાકિસ્તાની કલાકારોનું કામ અટકાવી દેવાયુ છે આથી માહિરા કોઇ ભારતીય ફિલ્મનો ભાગ બની શકી નથી.