છેલ્લા કેટલાક દિૃવસથી બિગ બૉસ-૧૪ કન્ટેસ્ટન્ટ પવિત્રા પૂનિયા પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. પવિત્રા પૂનિયા દ્વારા એક્સ બૉયફ્રેન્ડ પારસ છાબડાને લાઇફની સૌથી મોટી ભૂલ ગણાવતા પારસે વળતો જવાબ આપ્યો હતો અને કહૃાું હતુ કે, જ્યારે પવિત્રા તેને ડેટ કરી રહી હતી તે જ સમયે તે વધુ ૨ લોકોને ડેટ કરી રહી હતી. હવે બિગ બૉસ-૧૪ની વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં તે જણાવી રહી છે કે એક સમયે તેના ૨-૨ બૉયફ્રેન્ડ હતા.
આ સાથે તેણે જણાવ્યું કે તે બંનેને કઈ રીતે સાચવતી હતી. વિડીયોમાં પવિત્રા પૂનિયા નિશાંત િંસહ મલ્કાની, સારા ગુરપાલ અને રાહુલ વૈદ્ય સાથે વાત કરી રહી છે. ત્યારે તે કહે છે કે, ઘણા સમય પહેલાની વાત છે, મારા ૨ બૉયફ્રેન્ડ હતા. ત્યારબાદૃ પવિત્રા પોતાના કાનોને હાથોથી કવર કરતા કહે છે, હું બંનેને આ રીતે રાખતી હતી. આનાથી તે ઇશારો કરી રહી હતી કે એ બંને છોકરાઓને પણ નહોતી ખબર કે તેઓ એક જ છોકરીને ડેટ કરી રહૃાા છે.
જ્યારે રાહુલ વૈદ્યએ પવિત્રાને પુછ્યું કે, શું ક્યારેય એવું નથી થયું કે તેણે બંનેના નામ એક્સચેન્જ કરી દૃીધા હોય? મતલબ પહેલાનું નામ બીજાને અને બીજાનું નામ પહેલાને. આના પર પવિત્રાએ જણાવ્યું કે તે બંનેને ‘બેબી કહીને બોલાવતી હતી, જેથી કોઈ કન્યૂઝન ના થાય. પવિત્રાની આ વાત પર તમામ લોકો હસે છે. સારા કહે છે કે આ કારણે પુરૂષોને બેબી, સોના અને જાન જેવા નામ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કરવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં પવિત્રાએ પારસને પોતાની ભૂલ ગણાવી હતી અને ત્યાં સુધી કહી દૃીધું હતુ કે જો તેનામાં થોડીક પણ સેલ્ફ રિસ્પેક્ટ અને સેંસ બાકી હશે તો તે તેની સામે ‘બિગ બૉસ-૧૪માં નહીં આવે. આને લઇને પારસે પવિત્રાને પર્સનલ લાઇફને લઇને ખુલાસો કરી દૃીધો હતો.