નેહા કક્કરે શેર કર્યો રોહનપ્રીત સાથે લિપલોક કરતો ફોટો

77

બોલિવૂડ સિંગર નેહા કક્કર અને તેના પતિ રોહનપ્રિત સિંહ દુબઈમાં હનીમૂન મનાવી રહૃાા છે. નેહા અને રોહનના લગ્ન ૨૪મા ઓક્ટોબરે દિલ્હીના ગુરુદ્વારામાં થયા હતા. આ લગ્નમાં બંનેના પરિવારમાંથી ફક્ત અંગત લોકો જ હાજર હતા. ‘નેહુ દા વ્યાહના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહૃાા હતા. હવે સિંગરના હનીમૂનના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહૃાા છે. આ નવ પરિણીત યુગલ દરેક ફોટામાં અત્યંત સુંદર લાગી રહૃાું છે. નેહા દુબઇથી તેના હનીમૂનનાં ફોટો સતત શેર કરતી રહેતી હોય છે.

તે દરમિયાન તાજેતરમાં અભિનેત્રીએ તેની હનીમૂન ડાયરીઓ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેણે તેની હોટેલ, બેડરૂમ, રેસ્ટોરન્ટથી બીચ સુધીના ફોટો શેર કર્યા છે. આ ફોટોને જોઈને લાગે છે કે નેહા તેના હનીમૂનથી પરત ફરવા જઇ રહી છે, કેમ કે તેણે હનીમૂન ડાયરીઝમાં દુબઈમાં વિતાવેલી તેની તમામ ખાસ પળો શેર કરી છે. આ ફોટામાં નેહા અને રોહન ખૂબ જ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહૃાા છે.

સિંગરે શેર કરેલા ફોટામાં તે રોહન સાથે લિપલોક કરતી પણ જોવા મળી રહી છે. આ સિવાય ક્યારેક આ નવ પરિણીત કપલ બીચ પર તો ક્યારેક રેસ્ટોરન્ટમાં રોમાન્સ કરતું જોવા મળી રહૃાું છે. નેહા હાલમાં દુબઈમાં છે તેથી આ વખતે તેણે ત્યાં જ દિવાળી સેલિબ્રેટ કરી હતી. સેલ્ફી ક્વીન નેહા કક્કરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દિવાળીની ઉજવણીની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમે બંનેની સુંદર જોડી એકસાથે જોઈ શકો છો.