દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશે ક્વાનમાંથી રાજીનામું આપ્યું

40

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશે ડ્રગ્સના કેસમાં ફસાઈ જતા ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ‘કવાનમાંથી રાજીનામું આપી દીધું છે. એજન્સીના સહ-સ્થાપક અને સીઈઓ વિજય સુબ્રમણ્યમે એક નિવેદન બહાર પાડીને કહૃાું છે કે કવાનએ તેની સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે અને તાત્કાલિક અસરથી તેનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે.

વિજયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘કરિશ્મા પ્રકાશે ૨૧મી ઓક્ટોબરે રાજીનામું આપ્યું હતું અને તે સ્વીકારવામાં આવ્યું છે. હવે તેને કવાન અથવા દીપિકા પાદુકોણ સહિતના કોઈ પણ કલાકાર સાથે કોઈ લેવા દેવા નથી. અત્યારે જે તપાસ ચાલી રહી છે તે કરિશ્મા પ્રકાશ સાથે વ્યક્તિગતરૂપે ચાલી રહી છે. અમે મીડિયા હાઉસ અને પત્રકારોને આ મુદ્દે અહેવાલ આપતી આ વાતને ધ્યાનમાં રાખવાની વિનંતી કરીએ છીએ.