ટીવી સિરિયલ ’રામાયણ’માં સીતાનો રોલ કરીને લોકપ્રિય બનનાર દીપિકા ચિખલિયા હાલમાં ફિલ્મ ’સરોજિની’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં દીપિકાએ સરોજિની નાયડુનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મમાં ઈન્ટરનેટ સેન્સેશન રાનુ મંડલ ગીતો ગાશે. દીપિકાએ સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. દીપિકાએ સોશિયલ મીડિયામાં કહૃાું હતું, ’મારી ફિલ્મ ’સરોજિની’માં ધીરજ મિશ્રાએ લખેલા ગીતો રાનુ મંડલ ગાશે.
આ સાથે જ રાનુ મંડલનો એક વીડિયો પણ શૅર કર્યો હતો, જેમાં સિંગરે કહૃાું હતું કે તે ધીરજ મિશ્રા સાથે કામ કરે છે. તે ફિલ્મના તમામ ગીતો ગાશે. તેને આશા છે કે ચાહકોનો પ્રેમ અને સન્માન પહેલાંની જેમ જ મળશે. દીપિકાએ મે મહિનામાં ફિલ્મ ’સરોજિની નાયડુ’નો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો. ફિલ્મને આકાશ નાયક તથા ધીરજ મિશ્રા ડિરેક્ટ કરશે અને કનુભાઈ પટેલ પ્રોડ્યૂસ કરશે.