દક્ષિણના સુપર સ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ

રજનીકાંત
રજનીકાંત

તમીલ ફિલ્મ લીજેન્ડ રજનીકાંતને સર્વોચ્ચ સન્માન, 3 મેના રોજ અર્પણ વિધિ

Subscribe Saurashtra Kranti here

વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા કેન્દ્રનો સુચક નિર્ણય

દક્ષિણ ભારતમાં લાખો કરોડો ચાહકો ધરાવતા તમીલ સુપર સ્ટાર અભિનેતા રજનીકાંતને 51મો દાદા સહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવાની આજે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી. કેન્દ્રના સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાસ જાવડેકરે ફિલ્મ જગતનું સૌથી સર્વોચ્ચ સન્માન તમીલ સુપર સ્ટારને આપવાની ઘોષણા કરી હતી. તા.3 મેના રોજ એવોર્ડની અર્પણ વીધી કરવામાં આવશે.

તામીલનાડુંમાં વિધાનસભાની ચૂંટણીઓના મતદાન આડે માત્ર પાંચ દિવસ આડે રહયા છે. ત્યારે કેન્દ્ર સરકારે લીધેલો આ નિર્ણય ખુબ સુચક માનવામાં આવે છે. રજની સર રાજકારણમાં પણ પ્રવેશ કરવાના હતા પરંતુ તબીયત બગડતી હોવાથી રાજકારણમાં પ્રવેશ કરવાનું હાલ માંડી વાળ્યું છે. તેમણે ગત ડિસેમ્બરમાં જાહેર કર્યુ હતું કે, જાન્યુઆરી 2021માં હું મારા નવા રાજકીય પક્ષની રચના જાહેર કરીશ. પણ ત્રણ મહિના પહેલા તેમણે જાહેર કર્યુ હતું કે, રાજકારણમાં આવી શકુ તેમ નથી અને નવો પક્ષ પણ રચી રહયો નથી. અગાઉન પણ તેમના પર કીડની પ્રત્યારોપણનું ઓપરેશન થઇ ચુકયું છે.

Read About Weather here

રજનીકાંત છેલ્લા પાંચ દાયકાથી ફિલ્મી જગત પર રાજ કરી રહયા છે. એમના યોગદાનને ધ્યાનમાં લઇ જયુરીએ 51મો ફાળકે એવોર્ડ રજનીકાંતને આપવાનું નક્કી કર્યુ હતું.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here