’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હવે કાર્ટૂન શોમાં જોવા મળશે

224
TMKOC Cartoon-તારક
TMKOC Cartoon-તારક

Subscribe Saurashtra Kranti here

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કાર્ટૂનમાં ટપ્પૂનો લૂક રિલીઝ

નાના પરદાના સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક ’તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ હવે એનિમેટેડ અંદાજમાં આવી રહૃાો છે. ૨૮ જુલાઈ, ૨૦૦૮ના રોજ શોનો પહેલો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો આ ૧૩ વર્ષમાં શોના ૩૧૨૫ એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે. તારક મહેતા એક ફેમિલી એન્ટરટેઈનમેન્ટ શો છે. જેને દર્શકો ખુબ જ પસંદ કરે છે. અને હવે આ શોને એનિમેટેડ અંદૃાજમાં બાળકોની ચેનલ સોની યે! લાવવામાં આવી રહૃાો છે.

ચેનલના શોના પ્રોમો વીડિયો રિલીઝ કરવામાં આવ્યા છે. જેમાં તેના મુખ્ય પાત્રોની ઝલક બતાવવામાં આવી છે. કાર્ટૂન શોમાં પણ જેઠાલાલ, દયાબેન, ટપ્પુ અને બાપૂજી જેવા લોકપ્રિય કલાકારોને જગ્યા આપવામાં આવી છે જે મૂળ શોની જાન છે.

સોની યેના ઈંસ્ટાગ્રામ ઉપર પ્રોમો રિલીઝ કરતા નિર્માતાએ લખ્યું, અમારા બ્રાન્ડ ન્યૂ શોથી ટપ્પૂનો લૂક રિલીઝ કરતા અમે ખુબ જ ઉત્સાહિત છીએ. જલદીથી આવી રહૃાો છે. ચાહકોમાં આ શોને લઈને ખુબ જ ઉત્સાહ છે. કાર્ટૂન શો બાળકો માટે બાળકોની ચેનલ પર લાવવામાં આવી રહૃાો છે એટલા માટે આશા છે કરવામાં આવી રહી છે કે ટપ્પૂના પાત્રને થોડું વધારે મહત્વ આપવામાં આવશે. પરંતુ પ્રોમોમાં જેઠાલાલના સમગ્ર પરિવારને બતાવવામાં આવ્યો છે.

નાના પરદા ઉપર લાંબા સમયથી ગોકુળધામ સોસાયટીના લોકો દર્શકોનું મનોરંજન કરી રહૃાા હતા અને હવે આ જ મનોરંજન દર્શકોને જલદીથી એનિમેટેડ અંદાજમાં જોવા મળશે. દરેક પાત્રોને મેચ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Read About Weather here

શોના પ્રોમોથી એપિસોડનો અંદાજ લગાવી શકાય છે કે એનિમેટેડ અવતાર ટપ્પૂ અને તેમના પરિવારની આસપાસ રહેશે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા શોના લીડ એક્ટર દિલીપ જોશીએ કહૃાું, સમયની સાથે શોની રાઈટિંગને થોડો માર પડ્યો છે. તેમણે કહૃાું, છેલ્લા કેટલાક એપિસોડ હૃાુમરના હિસાબે તેમની આશા મુજબ નથી રહૃાા. દિલીપે કહૃાું, જ્યારે તમે ક્વોંટિટી જોઈ રહૃાા છો તો ક્યાંય ને ક્યાંય ક્વોલિટીને અસર થાય છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here