‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ : ઓન સ્ક્રીન બેસ્ટફ્રેન્ડ શું રીયલ લાઇફમાં એક બીજા સાથે વાત પણ નથી કરતા ???

443
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Subscribe Saurashtra Kranti here

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ વર્ષ 2008થી ટેલિકાસ્ટ થાય

છેલ્લાં થોડાં દિવસોથી સો.મીડિયામાં એ વાતની જોરશોરથી ચર્ચા થઈ રહી છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનો રોલ પ્લે કરતા દિલીપ જોષી તથા તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા એકબીજા સાથે વાત કરતા નથી.

શૈલેષ લોઢાએ કહ્યું હતું, ‘આ પ્રકારના સમાચાર સાંભળીને બહુ જ હસવું આવે છે. ખબર નહીં કોણ આવી અફવા ફેલાવે છે. વિશ્વાસ કરો, મારી તથા દિલીપજી વચ્ચે આવું કંઈ જ નથી. શોમાં જે પ્રકારના સંબંધો છે, તે જ પ્રકારના સંબંધો રિયલ લાઈફમાં છે. ખરું કહું તો તેનાથી પણ ગાઢ છે. આટલું જ નહીં હજી ગઈ કાલ રાત્રે જ અમે મોડે સુધી શૂટ કરતા હતા અને શૂટિંગ પછી પણ અમે મોડે સુધી વાતો કરતા હતા. સેટ પર અમને લોકો બેસ્ટ બડી કહીને બોલાવે છે. ત્યાં સુધી કે અમારો મેકઅપ રૂમ પણ એક જ છે. આનાથી વધુ પુરાવા શું જોઈએ?’

દિલીપ જોષી સાથેના સંબંધો પર શૈલેષ લોઢાએ કહ્યું હતું, ‘દિલીપજી મારા કરતાં મોટા છે. હું તેમને ઘણું જ માન આપું છુ. અમારા બંને વચ્ચેની કેમિસ્ટ્રી ઘણી જ સારી છે. સીન કરતી વખતે ઘણીવાર અમને સ્ક્રિપ્ટની પણ જરૂર પડતી નથી. અમે નેચરલ પર્ફોર્મ કરીએ છીએ. બંનેની પર્સનાલિટી ભલે એક જેવી ના હોય પરંતુ અમારી વચ્ચે એક વાત કોમન છે અને તે છે હ્યુમર. અમે બંને સેટ પર ઘણી જ મજાક મસ્તી કરીએ છીએ. આટલા વર્ષોથી અમે સાથે કામ કરીએ છીએ, પરંતુ અમારી વચ્ચે ક્યારેય બોલાચાલી કે ઝઘડો થયો નથી. ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારો સંબંધ આવો જ રહે.’ અમે આ અંગે દિલીપ જોષી સાથે વાત કરવાનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ અનુપલબ્ધ રહ્યાં.

સો.મીડિયામાં વાઈરલ થયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિલીપ જોષી તથા શૈલેશ લોઢા શો માટે પોત-પોતાનું શૂટિંગ કરે છે અને પછી પોતાની વેનિટી વેનમાં જઈને બેસી જાય છે. ત્યાં સુધી કે તેઓ એકબીજા સામે હાસ્યની આપ-લે પણ કરતા નથી. બંને વચ્ચે કોઈ જૂની વાતનો ઝઘડો છે અને તેઓ આનું સમાધાન કરવા તૈયાર નથી.

વધુમાં બંને સેટ પર ઘણાં જ પ્રોફેશનલ છે. તેઓ જે રીતે કામ કરે છે, તે જોઈને કોઈને ખ્યાલ ના આવે કે રિયલ લાઈફમાં આ બંને વચ્ચે મતભેદ છે. તેમની ફ્રેન્ડશિપ માત્રને માત્ર સિરિયલ પૂરતી છે. રિયલમાં તેઓ એકબીજાનું મોઢું પણ જોવા તૈયાર નથી.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ વર્ષ 2008થી ટેલિકાસ્ટ થાય. દર્શકોમાં આ સિરિયલ ઘણી જ લોકપ્રિય છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here