ટીવી એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર ચાકુથી હુમલો થતાં ગંભીર રીતે ઘાયલ

31

ટીવી એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર ચાકુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેની સારવાર ચાલે છે. સૂત્રોના મતે, એકતરફી પ્રેમમાં પાગલ એક વ્યક્તિએ આ હુમલો કર્યો હોવાનું કહેવાય છે. જોકે, પોલીસે હજી સુધી આની પુષ્ટિ કરી નથી.
માલવી પર આ હુમલો પોતાને પ્રોડ્યૂસર ગણાવનાર યોગેશ નામના વ્યક્તિએ કર્યો હતો. વર્સોવા પોલીસના જણાવ્યા પ્રમાણે, યોગેશે એક્ટ્રેસ પર ચારવાર હુમલો કર્યો હતો. હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, એક્ટ્રેસની તબિયત હાલમાં સારી છે.

એક્ટ્રેસની ફરિયાદ પ્રમાણે, યોગેશ મહિપાલ સિંહ સાથેની તેની મિત્રતા ફેસબુકના માધ્યમથી થઈ હતી. કામના સંદર્ભે બંને એકવાર કૉફી કેફે ડે પર મળ્યા હતા. સોમવાર, ૨૬ ઓક્ટોબરના રોજ જ્યારે તે પોતાના ઘરની બહાર આવી ત્યારે યોગેશ પોતાની કાર આગળ ઊભો હતો અને તેણે માલવીને રસ્તા વચ્ચે ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે વિરોધ કર્યો તો તેની પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ યોગેશ ફરાર થઈ ગયો હતો.