‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એક પછી એક કલાકારો સિરિયલ છોડી રહ્યા છે. થોડાં સમય પહેલાં જ શૈલેષ લોઢાએ આ સિરિયલ છોડી હતી. હવે રાજ અનડકટે પણ ઓફિશિયલી આ સિરિયલ છોડવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે રાજ છેલ્લા ઘણાં સમયથી આ સિરિયલમાં જોવા મળતો નહોતો અને ત્યારથી જ ચર્ચા હતી કે તેણે આ સિરિયલ છોડી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘સમય આવી ગયો છે કે તમામ પ્રકારની અટકળો પર પૂર્ણવિરામ મૂકવામાં આવે. હું ઓફિશિયલી નીલા ફિલ્મ્સ તથા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથેનો મારો કોન્ટ્રાક્ટ પૂરો કરું છું. મેં અહીંયા ઘણું બધું શીખ્યું, મિત્રો બનાવ્યા.
મારી કરિયરનું આ સૌથી સારું વર્ષ રહ્યું. આ જર્નીમાં મારો સાથ આપનાર તમામ લોકોનો હું આભાર માનું છું. ‘તારક મહેતા..’ની ટીમ, મારા મિત્રો, પરિવાર તથા તમામનો આભાર. તમે લોકોએ મને ટપુ તરીકે સ્વીકાર્યો, પ્રેમ કર્યો અને તમારા આ સપોર્ટને કારણે જ મને હંમેશાં હિંમત મળતી હતી. ‘તારક મહેતા..’ની ટીમ તથા શોને ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ.’
Read About Weather here
અસિત મોદીએ સિરિયલના કલાકારો માટે કોન્ટ્રાક્ટ બનાવ્યો છે કે તે આ સિરિયલ સાથે જોડાયેલા હોય ત્યાં સુધી અન્ય કોઈ કામ કરી શકે નહીં. પછી ભલે કલાકારે શોમાં 15 દિવસ કામ કરવાનું હોય કે 10 દિવસ. રાજ ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરવા ઉત્સુક છે અને આ જ કારણે તેણે આ સિરિયલ છોડી દીધી છે. રાજ થોડાં સમય પહેલાં જ એક્ટ્રેસ કનિકા માન સાથે મ્યૂઝિક વીડિયો ‘સોરી સોરી’માં જોવા મળ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here