જાણો ઇમરાન હાસમીનું કયું સપનું પૂરું થયું

337
EMRAAN-HASMI-DREAM-ઇમરાન
EMRAAN-HASMI-DREAM-ઇમરાન

Subscribe Saurashtra Kranti here

અભિનેતા ઇમરાન હાસમીને બોલીવૂડના સિરીયલ કિસર તરીકે વધુ ઓળખવામાં આવે છે

અભિનેતા ઇમરાન હાસમીને બોલીવૂડના સિરીયલ કિસર તરીકે વધુ ઓળખવામાં આવે છે. અભિનયને કારણે પણ લોકો તેને ઓળખે છે. હવે તે રૂમી જાફરીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ચહેરેમાં કામ કરી રહ્યો છે. 

ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખુબ ગમ્યું છે. ઇમરાન હાસમીએ બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ એ અનુભવ વિશે કહ્યું હતું કે હું જે દિવસની ખુબ લાંબા સમયથી રાહ જોતો હતો એ દિવસ અંતે આવ્યો હતો. બીગ બી સાથે કામ કરવાની તક અંતે મને મળી ગઇ હતી.

ઇન્ડસ્ટ્રીના કોઇપણ કલાકાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવા આતુર હોય છે, સપના જોતા હોય છે. હું પણ તેમની સાથે કામ કરવાની ઇચ્છા રાખતો હતો. મારા માટે જીવનની આ સોૈથી મોટી ઉપલબ્ધી સમાન છે. ફિલ્મમાં તેઓ સહઅભિનેતા કરતાં વધુ મારા દોસ્ત અને શિક્ષક તરીકે ઉભરી આવ્યા હતાં. તેમની સાથે કામ કરવાની ખુશી હતી અને થોડી ગભરાહટ પણ હતી. શુટીંગ વખતે મેં તેમની પાસેથી ઘણું શીખ્યું છે. ચેહરે ફિલ્મ નવમી એપ્રિલે સિનેમાઘરમાં આવી રહી છે. જેમાં અમિતાભે રિટાયર્ડ વકિલનો રોલ નિભાવ્યો છે.

Read About Weather here

અભિનેતા ઇમરાન હાસમીને બોલીવૂડના સિરીયલ કિસર તરીકે વધુ ઓળખવામાં આવે છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખુબ ગમ્યું છે. ઇમરાન હાસમીએ બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ એ અનુભવ વિશે કહ્યું હતું કે હું જે દિવસની ખુબ લાંબા સમયથી રાહ જોતો હતો એ દિવસ અંતે આવ્યો હતો

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here