ગોંડલ રાજવી પેલેસ ખાતે હિન્દી ફિલ્મના શુટીંગનો પ્રારંભ!

ગોંડલ રાજવી પેલેસ ખાતે હિન્દી ફિલ્મના શુટીંગનો પ્રારંભ!
ગોંડલ રાજવી પેલેસ ખાતે હિન્દી ફિલ્મના શુટીંગનો પ્રારંભ!
ગોંડલનાં રાજવી પેલેસ ખાતે હિન્દી ફિલ્મના શુટીંગનો પ્રારંભ થયો છે. બોલીવુડ સ્ટાર કાર્તીક આર્યન શનિવારે મોડી સાંજની ફલાઇટમાં મુંબઇથી રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ રાજકોટથી ગોંડલ જાતે કાર ડ્રાઇવ કરીને ગોંડલ રવાના થયા હતા.તેમની સાથે અકાદ ડઝન સ્ટાફ પણ આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કાર્તીક આર્યને વિમાનમાં મુસાફરો સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે કાર્તીક આર્યન એકદમ ડાઉન ટુ અર્થ બોલીવુડ સ્ટાર છે. ગોંડલ ખાતે આવેલા રીવર સાઇટ રાજવી પેલેસમાં સેટ ઉભો કરવામાં આવ્યો છે. જયાં 15 દિવસ સુધી ફિલ્મ કલાકારો શુટીંગ કરશે.

Read About Weather here

ફિલ્મના સ્ટંટ દ્રશ્યોનું પણ ફિલ્માંકન કરવામાં આવશે. કાર્તીક આર્યન સાથે અભિનેત્રી કયારા અડવાણી, સુપ્રસિધ્ધ ગુજરાતી નાટક ગુજ્જુભાઇથી જાણીતા થયેલા અભિનેતા અને ફિલ્મ સ્ટાર સિધ્ધાર્થ રાંદેરીયા, સુપ્રીયા પાઠક, રાજપાલ યાદવ સહીતના કલાકારો આ ફિલ્મમાં ચમકવાના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here