બૉલીવુડની હૉટ એક્ટ્રેસ મલાઇકા અરોડાએ ફરીથી શુટિંગ શરૂ કરી દૃીધુ છે, છેલ્લા થોડાક સમય પહેલા એક્ટ્રેસ કોરોનાની ઝપેટમાં આવી હતી, અને ઘરમાં હૉમ ક્વૉરન્ટાઇન થઇને કોરોનાની સારવાર લઇ રહી હતી. હવે તેને કોરોનાને માત આપી દૃીધી છે, અને તે ફરીથી ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર આવી ચૂકી છે. આ અંગેને તેને એક વીડિયો પર શેર કર્યો છે. મલાઇકા અરોડાનો કોરોના રિપોર્ટ તાજેતરમાં જ પૉઝિટીવ આવ્યો હતો, બાદૃમાં તેને શો ’ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ના સેટ પરથી દૃુર બનાવી લીધી હતી. મલાઇકા અરોડાની ગેરહાજરીમાં સેટ પર તેની જગ્યા અભિનેત્રી નોરા ફતેહીએ લીધી હતી.
હવે સોમવારથી એક્ટ્રેસ ફરીથી સેટ પર પરત ફરી છે. સેટ પર કમબેક કર્યાના સમાચાર ખુદ મલાઇકા અરોડા પોતાના ઇન્સ્ટાગ્રામ પર આપી છે. તેને એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં મલાઈકાએ તેમાં પીળા રંગનો સુંદર ડિઝાઈનર ડ્રેસ પહેર્યો હતો. સાવચેતી રાખીને શોના મેકઅપ આર્ટિસ્ટ પીપીઈ કિટ, ગ્લવ્ઝ અને ફેસ શિલ્ડ પહેરીને તેને તૈયાર કરી રહૃાા હતા અને તે દરમ્યાન એક્ટ્રેસે કેમેરા જોઈને લાઈંગ કિસ પણ આપી. થોડાક દિૃવસો પહેલા કોરોનાથી સાજી થાય બાદ સૌથી પહેલા મલાઇકાએ પોતાની ઇન્સ્ટા સ્ટૉરી શેર કરી હતી.
એક ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતુ કે બહાર અને તેના વિશે. હું આખરે પોતાના રૂમમાંથી ઘણા દિૃવસ બાદૃ બહાર નીકળી. જે ખુદને એક આઉટીંગની જેમ લાગી રહૃાું છે. હું ખૂબજ ધન્ય અનુભવી રહી છું કે, હું આ વાયરસના ઓછામાં ઓછા દૃર્દૃ અને પરેશાનથી ઉભરી છું. ડૉક્ટર્સનો આભાર.