કોમેડિયન કૃષ્ણા અભિષેકે મામા ગોવિંદા સાથેના વિવાદ પર કર્યો મોટો ખુલાસો

81
કૃષ્ણા અભિષેકે
કૃષ્ણા અભિષેકે

કૃષ્ણા અભિષેકે જણાવ્યું, ગોવિંદા સાથે તેમના સંબંધ ખાસ સારા નથી રહૃાા

Subscribe Saurashtra Kranti here

કોમેડિયન કૃષ્ણા અભિષેકનો વિવાદ તેના મામા સાથે દિવસે દિવસે વધી રહૃાો છે. મીડિયામાં એકબીજા પર પ્રહારથી લઈને તમામ વસ્તુ પર આ સંબંધમાં હવે નાટકિય વળાંક જોવા મળી રહૃાો છે. ગોવિંદાએ તો ઘણી વખતે પોતાનો ગુસ્સો ઠાલવી દીધો છે. હવે કૃષ્ણા તરફથી આ મુદ્દા પર વિસ્તારથી વાત કરવામાં આવી છે. અભિનેતાએ જણાવ્યું, તે ખુબ જ પરેશાન રહે છે. તેમને લાગે છે કે તે કહેવા કંઈ માંગે છે અને તેનો મતલબ કંઈક બીજો જ કાઢવામાં આવે છે.

કૃષ્ણા અભિષેકે જણાવ્યું, ગોવિંદા સાથે તેમના સંબંધ ખાસ સારા નથી રહૃાા. તે કહે છે કે, મેં તો મારા મામાને લઈને ઘણી વખત વાત કરી છે. ઘણી વખત હું કંઈ કહું છું પરંતુ બતાવવામાં માત્ર અડધું જ આવે છે. મને બહુ જ ખરાબ લાગે છે. જે વસ્તુ મારા દીલની નજીક હોય છે તે વાતને હું મારા નજીકનાઓ સુધી પહોંચાડી શકતો નથી. માત્ર ખોટી શંકા રહે છે. નાની વાતોને પણ મોટી કરીને બતાવવામાં આવે છે. મને તો એ પણ લાગે છે કે નેગેટિવ રિપોર્ટના કારણે જ મામા ગોવિંદા સાથે મારા સંબંધો ખરાબ થયા છે.

કૃષ્ણાએ કહૃાું, તે ઘણી વખત ઈંસ્ટાગ્રામ લાઈવ કરવાનું વિચારે છે. તેમને લાગે છે કે તે સીધા જ પોતાની વાત કરી દે. પરંતુ અભિનેતાને એ પણ બરાબર નથી લાગતું. જો આવું કરીશ તો ચાહકો હેરાન થઈ જશે. આશ્ર્ચર્યમાં પડી જશે અને વિવિધ પ્રકારના મતલબ કાઢવા લાગશે.

Read About Weather here

હવે કૃષ્ણાએ તો ગોવિંદા સાથેના ખરાબ સંબંધોને ખોટી શંકાનું નામ આપ્યું છે. પરંતુ ગોવિંદાની નજરમાં તેમનો ભાણીયો ઘણી વખત સીમા પાર કરી ચૂક્યો છે. ગોવિંદાએ કહૃાું, કૃષ્ણા એક સારો છોકરો હતો, મને નથી ખ્યાલ કે તે આ કોણ તેમની પાસે કરાવી રહૃાું છે. હવે તે આવું કરીને તે મારી મજાક તો ઉડાવે જ છે સાથે-સાથે લોકોમાં મારી છબી પણ ખરાબ કરી રહૃાો છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here