કેન્સરને હરાવ્યા બાદ એક્શન ફિલ્મોમાં વિલનને દોડાવશે મુન્નાભાઈ

58

બોલિવૂડ એક્ટર સંજુબાબા સંજય દત્તે કેન્સર પર તો જીત હાંસલ કરી લીધી છે પરંતુ હવે તેની ફિટનેસ અંગે સવાલો પેદા થઈ રહૃાા છે. એમ કહેવાય છે કે હવેથી સંજય દત્તની ફિલ્મમાં એકશન સિન ઓછા હશે અથવા તો તેને ખાસ એક્શન સિન આપવામાં આવશે નહીં. સંજય દત્ત હવે ભાગ્યે જ કોઈ ફિલ્મમાં એકશન સિન કરી શકશે તેમ કહેવાતું હતું.

મેકર્સને આ ડર સતાવી રહૃાો હતો પરંતુ દર વખતની માફક ધમાકેદૃાર પુનરાગમન કરનારા સંજય દત્તે આ વખતે પણ કમાલ કરી છે. હાલમાં તે તેની ફિટનેસ પર જોરદાર કામ કરી રહૃાો છે. તે પોતાની કોઈ ફિલ્મ અંગે સમાધાન કરવા તૈયાર નથી. એક્ટર તેના દરેક સિનમાં જીવ રેડી દૃે છે. તેને ધનાધન એક્શન કરવામાં પણ કોઈ ખચકાટ નથી. કેજીએફ-૨માં લીડ રોલ કરનારા એક્ટર યશે પણ સંજય દત્તની પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું હતું કે આવી એનર્જી દર્શાવનારો કોઈ એક્ટર મેં જોયો નથી.