લોકડાઉન પછી ફરી શરૂ થયેલા ધ કપિલ શર્મા શો દર્શકોને ખુબ જ મનોરંજન પૂરૂ પાડી રહૃાો છે. શોની સાથે જોડાયેલા દરેક કલાકાર ખુબ જ મહેનત અને કામ કરીને લોકોને ખુશ કરી રહૃાા છે. લોકો હાલ કૃષ્ણા અભિષેકની કોમેડીને વધારે પસંદ કરી રહૃાા છે. તેમની કપિલ સાથેની જુગલબંધીને પણ ખુબ જ ઈન્જોય કરવામાં આવી રહૃાો છે. હવે એવુ કહેવામાં આવી રહૃાું છે કે કૃષ્ણા કપિલના શોની જાન છે. હાલમાં સોશિયલ મીડિયામાં એવા સમાચાર વહેતા થયા છે કે કૃષ્ણા અભિષેક ધ કપિલ શર્મા શો છોડી રહૃાો છે. તેણે શો દરમિયાન જ આ વાતની જાહેરાત કરી દીધી હતી કે તે આ શોનો ભાગ નહીં રહે.
જેવી આ ખબર વાયરલ થઈ કે ચાહકો નિરાશ થઈ ગયા અને પોતાનું દુ:ખ જાહેર કરવા લાગ્યા. પરંતુ તમને જણાવી દઈએ કે કૃષ્ણા કપિલનો શો નથી છોડવા માગતો. તે આ શોની સાથે જોડાયેલો રહેશે. તેણે શો છોડવાની ધમકીને મજાકમાં આપી હતી. તે પણ ત્યારે જ્યારે શોમાં રેમો ડિસૂઝા આવ્યા હતા. નિર્માતાએ તે એપિસોડનો એક પ્રોમો શેર કર્યો છે. જેમાં દેખાડવામાં આવ્યું છે કે કૃષ્ણા,રેમોના શો આવવાથી ખુશ નથી. તે એન્ટ્રી તો જરૂરથી ડાન્સ સાથે કરે છે પરંતુ રેમોને જોતા જ કહી દૃે છે કે તે આ શો છોડી રહૃાો છે.
તે ત્યાં હાજર દરેક લોકોને બાય બાય કહી દે છે. જ્યારે કપિલ કૃષ્ણાને પૂછે છે કે તે શા માટે શો છોડવા માગે છે. તેનો જવાબ આપતા કૃષ્ણા ખુબ જ મજાકીયો જવાબ આપે છે. તે કહે છે કે, આટલા બધા મહેમાન કોણ બોલાવે ? ત્યારે કૃષ્ણા, રેમોને લઈને કહે છે કે રેમો સરે કેટલાક બૈકગ્રાઉન્ડ ડાંસર્સને સ્ટાર બનાવી દીધા છે. પરંતુ તેને એક તક પણ નથી આપી. આ રીતે મજાક મજાકમાં તે આ ધ કપિલ શર્મા શોને છોડવાની વાત કરે છે. જે હકિકતમાં તો એક મજાક હતી.