કૂલર બન્યું પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડાનું કારણ:પતિએ પત્‍નીને કુલર ન લઇ દીધું તો પત્‍ની ઘરને તાળું મારી પિયર જતી રહી…

કૂલર બન્યું પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડાનું કારણ:પતિએ પત્‍નીને કુલર ન લઇ દીધું તો પત્‍ની ઘરને તાળું મારી પિયર જતી રહી...
કૂલર બન્યું પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડાનું કારણ:પતિએ પત્‍નીને કુલર ન લઇ દીધું તો પત્‍ની ઘરને તાળું મારી પિયર જતી રહી...

ગરમીમાં એક કૂલર પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડાનું કારણ બની ગયું. જી હાં, આગરા પોલીસ લાઈનમાં દર શનિવાર અને રવિવારે પરિવાર પરામર્શ કેન્‍દ્ર ભરાય છે. આ કેન્‍દ્રમાં પતિ-પત્‍ની વચ્‍ચે થયેલા ઝઘડાનું નિવારણ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્‍યારે આવા સમયે પતિ-પત્‍નીની લડાઈનો એક અનોખો મામલો સામે આવ્‍યો છે. ભીષણ ગરમીમાં પત્‍નીએ પતિને રુમમાં કૂલર લગાવવાની માગ કરી. જો કે પતિએ કહ્યું કે, થોડા દિવસ પછી સેલરી આવે તો કૂલર ખરીદી લાવીશું. આ વાતે નારાજ થઈને પત્‍ની પિયર જતી રહી હતી.

કૂલર બન્યું પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડાનું કારણ:પતિએ પત્‍નીને કુલર ન લઇ દીધું તો પત્‍ની ઘરને તાળું મારી પિયર જતી રહી… પતિ-પત્‍ની

જયારે ઘરે સમાધાન ન થયું તો, પતિ-પત્‍નીનો ઝઘડો પોલીસ પરામર્શ કેન્‍દ્રમાં પહોંચ્‍યો. અહીં કાઉંસિલરે બંનેનું કાઉંસલિંગ કર્યું. કાઉંસિલર ડોક્‍ટર સતીશ ખિરવારે જણાવ્‍યું કે, મંટોલાના એક યુવકના લગ્ન સદરની રહેવાસી યુવતી સાથે વર્ષ ૨૦૨૦માં થયા હતા. બે મહિના બાદ ઘરનું કૂલર ખરાબ થઈ ગયું હતું. પત્‍નીએ પતિને નવું કૂલર લાવવાની માગ કરી. પતિએ કહ્યું કે, નવું કૂલર લાવવા માટે તેની પાસે પૈસા નથી અને સેલરી આવે ત્‍યાં સુધી રોકાઈ જવાની વાત કહી તો પત્‍ની ગુસ્‍સે થઈ ગઈ હતી.

કૂલર બન્યું પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડાનું કારણ:પતિએ પત્‍નીને કુલર ન લઇ દીધું તો પત્‍ની ઘરને તાળું મારી પિયર જતી રહી… પતિ-પત્‍ની

પતિનું કહેવું છે કે, આ અઠવાડીયે જ તેને નવું કૂલર લાવીને આપવાનો હતો, કારણ કે તેની પાસે પૈસા નહોતા. તે પગાર થાય તેની રાહ જોતો હતો. તે કૂલર લાવે તે પહેલા જયારે ઓફિસે ગયો તો પત્‍ની ઘરને તાળું મારીને પિયરમાં જતી રહી. જો કે, કાઉંસલિંગ બાદ પતિને ઘરમાં નવું કૂલર લગાવવાનું કહેવામાં આવ્‍યું છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here