કિમશર્માની હોટ તસ્વીર પર યુવરાજ સિંહે કરી મજેદાર કોમેન્ટ, અભિનેત્રીએ કહૃાું-ઇંગ્લિશ પ્લીસ

અભિનેત્રી કિમ શર્મા કોવિડ -૧૯ રોગચાળા પહેલા તેના જીવનની શ્રેષ્ઠ પળોને યાદ કરી રહી છે અને આ વચ્ચે અભિનેત્રીએ તેની એક થ્રોબેક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેણે રંગબેરંગી પટ્ટાવાળી બિકીની પહેરી છે. તેણે હાથમાં એક સર્ફબોર્ડ પકડ્યું છે અને હાથમાં ગેજેટ પહેરેલું છે. કિમની આ તસવીર પર તેના એક્સ બોયફ્રેન્ડ અને ક્રિકેટર યુવરાજ સિંહે મજેદાર કોમેન્ટ કરી છે. કિમ શર્માએ તસવીર શેર કરતા લખ્યું કે, બીચ પર આખો દિવસ વીતાવવા કરતા વધુ સારું શું હોઈ શકે? કંઈ જ નથી કિમની પોસ્ટ પર મજેદાર કોમેન્ટ કરતા યુવરાજે લખ્યું, ગાંવ બસા નહીં બસ્તા લેકેર પહોંચ ગઇ મેડમ યુવરાજની આ કોમેન્ટ પર કિમે પણ પ્રતિક્રિયા આપી હતી. તેણે લખ્યું, ‘ઇંગ્લિશ પ્લીસ એટલે કે અંગ્રેજીમાં કોમેન્ટ કરો.

કિમ અને યુવરાજે કથિત રીતે ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા અને વર્ષ ૨૦૦૭માં અલગ થઇ ગયા. કિમ શર્મા હાલ સિંગલ છે જ્યારે યુવરાજે અભિનેત્રી હેજલ કીચથી લગ્ન કર્યા છે. યુવરાજ અને હેજલ સાથે કિમના મિત્રતાના સંબંધ છે. ગત વર્ષે યુવરાજ સિંહની રિયાયરમેન્ટ પાર્ટીમાં ત્રણેય જોડે જોવા મળ્યા હતા. યુવરાજે ગત વર્ષે જ્યારે ક્રિકેટથી તેના રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી ત્યારે કિમે શુભેચ્છાઓ પાઠવી હતી. કિમ હાલમાં જ ગોવા ટ્રિપ પર ગઈ હતી અને તેની સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આમાંથી એક તસવીરમાં તે એક સ્વીમીંગ પૂલમાં ઓરેન્જ કલરમાં સ્વિમસ્યુટમાં જોવા મળી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો કિમે વર્ષ ૨૦૦૦ માં ફિલ્મ ‘મોહબ્બતે થી પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે નેહલે પે દહલા, ફીદા, જેવી ફિલ્મોમાં કામ કર્યું. તે છેલ્લે ૨૦૧૦ માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ‘યાગમમાં જોવા મળી હતી.