કાર્તિક આર્યન અમદાવાદમાં એક્ટિવા ચલાવતો જોવા મળ્યો

કાર્તિક આર્યન અમદાવાદમાં એક્ટિવા ચલાવતો જોવા મળ્યો
કાર્તિક આર્યન અમદાવાદમાં એક્ટિવા ચલાવતો જોવા મળ્યો
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ સાબરમતિ રિવર ફ્રન્ટ, ત્રણ દરવાજા સહિત અમદાવાદના ઘણા વિસ્તારોમાં શુટિંગ કર્યું હતું. બંનેએ સત્ય પ્રેમ કી કથા નામની ફિલ્મની શૂટિંગના વીડિયો જ બંનેએ સોશિયલ મીડિયા પર મૂક્યા છે. કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં લોકોનું ટોળું તેની પાછળ ફરતું જોવા મળી રહ્યું છે. તો બીજા કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે જેમાં તેઓ શહેરના વિવિધ વિસ્તારમાં શૂટિંગ કરતાં દેખાઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે જેમાં તે બોડીગાર્ડ્સથી ઘેરાયેલો છે અને તેની પાછળ ફેન્સ ચાલી રહ્યા છે. લોકોની ભીડ જોઈને કાર્તિક ખૂબ ખુશ થઈ ગયો હતો. વિડીયોમાં કાર્તિક ફેન્સને પૂછતો જણાય છે કે ‘તમે લોકો ક્યાં જઈ રહ્યા છો? હું તો ઘરે જઉં છું.’ આ વિડીયો શેર કરતાં કાર્તિકે લખ્યું, તમારો પ્રેમ.

Read About Weather here

બીજા વિડીયોમાં કાર્તિક આર્યન એક્ટિવા ચલાવતો જોવા મળી રહ્યો છે. પીળા રંગના શોર્ટ કુર્તામાં કાર્તિક બુલેટ ચલાવતો પણ દેખાઈ રહ્યો છે. રિવરફ્રંટ પર દિવસ દરમિયાન તેમજ રાત્રે પણ કાર્તિક અને કિયારાએ શૂટિંગ કર્યું હતું. શૂટિંગ જોવા માટે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લોકોની ખાસ્સી ભીડ જોવા મળી હતી. આ વિડીયોમાં કાર્તિક સાથે કિયારા ઉપરાંત એક્ટર ગજરાજ રાવ પણ જોવા મળી રહ્યા છે. કિયારા અડવાણીનો પણ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે ગ્રીન રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. તે પણ પૂર્વ અમદાવાદમાં શૂટિંગ કરી રહી હતી. કાર્તિક આર્યન અને કિયારા અડવાણી બીજીવાર સાથે કામ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here