કલ્કી 3,000 કરોડનું કલેક્શન કરશે તો પણ કમાણીના મામલે ફ્લોપ !

કલ્કી 3,000 કરોડનું કલેક્શન કરશે તો પણ કમાણીના મામલે ફ્લોપ !
કલ્કી 3,000 કરોડનું કલેક્શન કરશે તો પણ કમાણીના મામલે ફ્લોપ !

Kalki 2898 AD: નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી Kalki 2898 AD હાલ ખૂબ જ ચર્ચામાં છે. સામાન્ય લોકોની સાથે સાથે ફિલ્મી સ્ટાર્સ પણ ફિલ્મના લખાણ કરી રહ્યા છે. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન જેવા સ્ટાર્સની આ ફિલ્મ દમદામ કમાણી કરી રહી છે.
પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન જેવા હિંદુસ્તાનના સૌથી મોટા કલાકારોને લઈને ફિલ્મ Kalki 2898 AD બનાવવામાં આવી છે. ફિલ્મમાં હિંદી અને સાઉથ સિનેમાથી સૌથી મોટા સુપરસ્ટાર્સને બોલાવવામાં આવ્યા છે. આ ફિલ્મને બનાવવામાં મેકર્સે પાણીની જેમ પૈસા વહાવ્યા છે. કોઈ કમી નથી રાખી. માટે વેજયંતી મૂવીઝના બેનર હેઠળ બનેલી ફિલ્મ પર લગભગ 600 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

કલ્કી 3,000 કરોડનું કલેક્શન કરશે તો પણ કમાણીના મામલે ફ્લોપ ! કમાણી

કલ્કિ બોક્સ ઓફિસ પર આશા અનુસાર કમાણી પણ કરી રહી છે. દેશ જ નહીં દુનિયાભરમાં ફિલ્મ કમાણીના ઘણા રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મે ડોમેસ્ટીક બોક્સ ઓફિસ પર અત્યાર સુધી 520.45 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેના ઉપરાંત વર્લ્ડવાઈડ ફિલ્મની કમાણી 900 કરોડ રૂપિયાને પાર જતી રહી છે. ફિલ્મ ભલે દમદાર કમાણી કરી રહી હોય અને ખૂબ જ પૈસા છાપી રહી હોય. પરંતુ આ પાંચ ફિલ્મોની કમાણીનો રેકોર્ડ નહીં તોડી શકે.

ધ કાશ્મીર ફાઈલ્સ
ધ કેરલ સ્ટોરી
કહાની
સ્ત્રી
ક્વીન

તમે વિચારી રહ્યા હશો કે આ બધી ફિલ્મો તો Kalki 2898 ADની સામે ખૂબ જ નાની ફિલ્મો છે અને તેમાંથી એક પણ ફિલ્મે 300 કરોડ રૂપિયાના આંકડા પાર નથી કર્યા. હા એ વાત સાચી પણ છે. પરંતુ ફિલ્મો કેટલી સફળ થઈ તેનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે ફિલ્મનું બજેટ કેટલું હતું.

કલ્કી 3,000 કરોડનું કલેક્શન કરશે તો પણ કમાણીના મામલે ફ્લોપ ! કમાણી

કેટલા રૂપિયામાં ફિલ્મ બની હતી અને કેટલા રૂપિયા તેણે કમાણી કરી. બજેટ ઓછુ અને કમાણી વધારેના મામલામાં આ પાંચ ફિલ્મો Kalki 2898 ADથી આગળ છે. આ લિસ્ટમાં સૌથી નીચે રહેલી ફિલ્મની બરાબરી માટે પણ Kalki 2898 ADને લગભગ 3600 કરોડ રૂપિયાનો વેપાર કરવો પડશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here