કરીના બાદ લીઝા હેડન ત્રીજી વાર આપશે ગૂડ ન્યૂઝ

19

ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલની એક્ટ્રેસે તાજેતરમાં જ એક ઇન્સ્ટા લાઇવ કરીને તેના ફેન્સ સાથે સારા સમાચાર શેર કર્યાં હતા. લીઝાએ વર્ષ ૨૦૧૬માં તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાં હતાં. લીઝા ગર્ભવતી થઇ તે સમાચાર મળતાં જ તેણે બોયફ્રેન્ડ ડીનો લાલવાણી સાથે લગ્ન કરી લીધાં હતાં. ડીનો સાથે લગ્ન કર્યાં બાદ થોડા સમયમાં જ તે એક દીકરાની માતા બની હતી.

પહેલા દીકરાને જન્મ આપ્યા બાદ લીઝાએ બે વર્ષ પછી તરત બીજું બાળક કરવાની જાહેરાત કરી હતી. તે સમયે તેણે એ દીલ હૈ મુશ્કિલમાં કામ કર્યું હતું. આ ફિલ્મ બાદ લીઝા ફરીથી ગર્ભવતી બની હતી અને તેને બીજો બાબો આવ્યો હતો. હવે ત્રીજી વાર લીઝા ગર્ભવતી છે, અને તેણે તેના આવનાર બાળકની જેન્ડર પણ જણાવી દીધી છે.

તેણે પોતાના દીકરાને ઇન્સ્ટા લાઇવમાં પૂછ્યું હતું કે મમ્મીની ટમીમાં શું છે તે તું જણાવીશ? ત્યારે તેના દીકરાએ જણાવ્યું હતું કે મમ્મીની ટમીમાં અમારી બેબી સિસ્ટર છે. લીઝાએ ખુશી ખુશી આ સમાચાર શેર કર્યાં હતા. ત્યારે ઘણા લોકોએ કોમેન્ટમાં એવું પણ લખ્યું હતું કે બહેન, થોડી ફિલ્મો પણ કરી લે, તો ઘણાએ લીઝાને એવું પણ પૂછી લીધું હતું કે એન્જલિના જોલીની માફક અડધી ક્રિકેટ ટીમ બનાવવાની છે કે શું?