કરીનાની સાથે પ્રથમ વખત કામ કરી ખુશ છે કરિશ્મા કપૂર, બાલ્કનીમાં કરાવ્યું ફોટોશૂટ

કરીના કપૂર ખાન આ દિવસોમાં ગર્ભવતી છે, પરંતુ બેબો પણ પ્રેગ્નેન્સી દરમિયાન સતત કામ કરી રહી છે. કરિના બાંદ્રામાં એક બિલ્ડિંગની બાલ્કનીમાં ફોટોશૂટ માટે પોઝ આપતી જોવા મળી હતી. તેની બહેન કરિશ્મા કપૂર પણ ફોટોશૂટમાં હતી. ખાસ વાત એ છે કે તે બંનેએ એકસરખા કપડા પહેર્યા હતા.

કરીના અને કરિશ્મા ક્યારેય એક ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી, પરંતુ હવે લાગે છે કે કોઈક પ્રોજેકટે બંને બહેનોને એક જ ફ્રેમમાં લાવી દીધા છે. આ ફોટોશૂટ વિશે વધારે માહિતી નથી પરંતુ એમ લાગે છે કે બંને બહેનો કોઈક કમર્શિયલ માટે ભેગી થઈ છે. કરિશ્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સંકેત આપ્યો છે. તેણે બૂમરેંગ વીડિયો પોસ્ટ કરી છે જેની સાથે તેણે લખ્યું છે  બહેન સાથે કામ કરવું હંમેશાં સારું હોય છે. જેથી ખબર પડે છે કે બંને એક પ્રોજેક્ટમાં સાથે કરી રહી છે.

કરીના છ મહિનાની ગર્ભવતી છે. કરીનાની આ બીજી પ્રેગ્નન્સી છે. સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ તેનો પહેલો પુત્ર તૈમૂર અલી ખાન છે, જે ત્રણ વર્ષનો છે. કરીનાએ તેની પ્રથમ પ્રેગ્નેન્સી દરમિયાન પણ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તૈમૂરના જન્મ બાદ કરીનાની પહેલી રિલીઝ ફિલ્મ ‘વિરે દી વેડિંગ હતી જે ૨૦૧૮માં રિલીઝ થઇ હતી.