ટીવીનો લોકપ્રિય શો ‘ધ કપિલ શર્મા શો તેના તાજેતરના એપિસોડને કારણે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થયો હતો. આ એપિસોડમાં બચ્ચા યાદવ એટલે કે કિકુ શરદા પત્રકાર અર્નબ ગોસ્વામીની નકલ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ આ શોની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી. હવે કિકુ શારદાએ આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે. તાજેતરમાં, જ્યારે એક ખાનગી ચેનલ દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે શું તેને અર્નબ અથવા તેની ટીમ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી છે, તો તેણે કહૃાું, ના, કંઈ નથી. એવું કશું સાંભળ્યું નથી.
તે એપિસોડ પછીના લોકોના સંદેશા પર તેમણે કહૃાું કે, મને આ પ્રકારના મેસેજીસ આવતા રહે છે. જો તમને કંઇક ગમ્યું નથી, તો તમે તેના વિશે ખુલ્લેઆમ વાત કરી શકો છો. તેના વિશે વાત કરવાની એક રીત હોય છે. જ્યારે લોકો યોગ્ય ભાષા ન વાપરે ત્યારે મને દૃુ:ખ થાય છે.
કિકુએ આગળ કહૃાું કે, અમે અમારા શોમાં દરેક પ્રકારની કોમેડીનો સમાવેશ કરીએ છીએ. અવાજ ઉઠાવવો તે યોગ્ય છે પરંતુ કેટલીકવાર લોકો પોતાનો અભિપ્રાય આપવા માટે ખોટી વાતો કરે છે. અમે કેબીસીની ટીકા કરીએ છીએ અને ઘણા મોટા કલાકારોની નકલ પણ કરીએ છીએ.