એનસીબીના દરોડામાં પકડાઈ એક્ટ્રેસ પ્રીતિકા ચૌહાણ મળ્યું મારિજુઆના ડ્રગ્સ

42

નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ટેલીવિઝન એક્ટ્રેસ પ્રીતિકા ચૌહાણ અને ડ્રગ પેડલર ફૈસલની ગાંજો રાકવા માટે ધરપકડ કરી છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. માદક પદાર્થ માટે એક ડીલ વિશે જાણકારી મલ્યા બાદ, એનસીબી-મુંબઈ ઝોનલ યૂનિટના અધિકારીઓએ શનિવારે મોડી સાંજે વર્સોવાથી બે લોકોની ધરપકડ કરી અને તેમની પાસેથી ૯૯ ગ્રામ ‘મારિજુઆના જપ્ત કર્યું. બન્નેએ કથિત રીતે નજીક વર્સોવામાં રહેતના એક વ્યક્તિ દીપક રાઠોર સાથે તેના સોર્સિંગની વાત સ્વીકારી છે.

એનસીબીએ કહૃાું કે તેણે રવિવારે રિમાન્ડ માટે એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને આગળની તપાસ ચાલી રહી છે. હિમાચલ પ્રદેશની રહેવાસી ૩૦ વર્ષની પ્રીતિકા ચૌહાણે વિતેલા પાંચ વર્ષથી સીઆઈડી, સાવધાન ઇન્ડિયા અને સંકટમોચન મહાબલી હનુમાન જેવી અનેક ટીવી સીરિયલોમાં કામ કર્યું છે. એક અન્ય કાર્વાઈમાં, એનસીબી અધિકારીઓએ શનિવારે સાંજે મસ્જિદ બંદર સ્ટેશનની પાસે એક તાંજાનિયાઈ નાગરિકને ૪ ગ્રામ કોકીન સાથે ધરપકડ કરી હતી.

આરોપી બ્રૂનો જોન નગવાલેની પૂછપરછ બાદ વર્સોવામાં એક જગ્યાએ રેડ પાડવામાં આવી અને ૪.૪ ગ્રામ એક્સટસી અને ૧.૮૮ ગ્રામ એમડીએમએ જપ્ત કરવામાં આવ્યું. વર્સોવાના રોહિત હીરેની પણ ધરપકડ કરવામાં આવી અને એક વાહનમાંથી ૩૨૫ ગ્રામ ‘ગાંજો, ૩૨ ગ્રામ ‘ચરસ અને ૫ ગ્રામ મેથમ્ફેટામાઇનની સાથે ૧૨,૯૯૦ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા.

Previous articleગરીબો માટે માત્ર પગથિયા, અમીરો માટે રોપ-વે, કંપની કમાશે ૧૫૦ કરોડ: ધારાસભ્ય ભીખા જોષી
Next articleપોલેન્ડમાં અમિતાભ બચ્ચનના પિતાના નામ પર ચાર રસ્તાનું નામ