એક્ટ્રેસ એંડ્રિલા શર્મા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે. એક્ટ્રેસ 2 વાર કેન્સર સામેનો જંગ જીતી ચૂકી છે. આમ છતાં અચાનક જ તેની તબિયત લથડી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, એંડ્રિલાને સ્ટોક આવ્યો છે, જેને કારણે મગજમાં બ્લડ ક્લોટ્સ જમા થઈ ગયા છે.એંડ્રિલા હાલમાં હાવડાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યાં છે. તો બીજી તરફ ફેન્સ પણ એંડ્રિલાની હાલત વિશે સાંભળીને ચિંતામાં ગરકાવ થયા છે.
Visit Saurashtra Kranti Homepage here
ફેન્સથી લઈને સેલેબ્સ સુધી બધા જ લોકો તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. એંડ્રિલા શર્માને બીજી વખત કેન્સર હોવાની ખબર પડી છતાં પણ તેણે હાર માની ન હતી . તેણે પોતાની ક્રિટિકલ સર્જરી પૂરી કરી લીધી હતી. એ દરમિયાન તેના કિમોથેરપીના સેશન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ડોક્ટરોએ તેને કેન્સરમુક્ત જાહેર કરી હતી. ત્યાર બાદ એંડ્રિલાએ એક્ટિંગમાં પણ કમબેક કર્યું હતું, પરંતુ એક્ટ્રેસની તબિયત અચાનક ફરી બગડી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here