ઉર્વશી રૌતેલાએ પોતાને સિંગલ ગણાવી પોતાના દિલની વાત કરી

36

ઉર્વશી રૌતેલા બોલિવૂડની એક સુંદર અભિનેત્રીમાંની એક છે. તેનું નામ ભૂતકાળમાં ઘણા અભિનેતાઓ અને વિવાદો સાથે સંકળાયેલું છે. હર્દીક પંડ્યા સાથે તેનું નામ જોડવામાં આવ્યું હતું. જો કે, તેણે સોશિયલ મીડિયા પર આ બધી વાતોને નકારી દીધી હતી. હવે હાલમાં તેણે પ્રેમ વિશેના પોતાના વિચારો વિશે વાત કરી છે.

પહેલાં જ્યારે ઉર્વશીનું નામ લોકો સાથે જોડવામાં આવ્યું ત્યારે તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, હું મીડિયા ચેનલો અને યુટ્યુબને વિનંતી કરું છું કે એવા વીડિયો અપલોડ ન કરો, કારણ કે મારો પણ પરિવાર છે અને જેનો મારે જવાબ આપવો પડે છે. આ બધું મારી સમસ્યાનું કારણ બને છે. હવે હાલમાં પોતાની જાતને સિંગલ ગણાવતી ઉર્વશીએ તેના દિલની વાત કરી છે. તે કહે છે, હું હંમેશાં પ્રેમમાં વિશ્ર્વાસ કરતી હતી.

એક રિપોર્ટ પ્રમાણે ઉર્વશીએ તેના જૂના બોયફ્રેન્ડ્સનું નામ અને ડિટેલ જાહેર કરી નથી. પરંતુ જ્યારે આ વિષય આવ્યો ત્યારે તેની જૂની યાદો તાજી થઈ અને તેણે કહૃાું, મારો છેલ્લો બોયફ્રેન્ડ મને રાજકુમારીની જેમ ટ્રીટ કરતો હતો. જો કે, ઉર્વશી એમ પણ કહે છે કે તે નથી ઇચ્છતી કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે આ પ્રકારનું વર્તન કરે. તે કહે છે કે ઘણી વખત મારા મિત્રો કહે છે કે તું સારી રીતે સેટ છો, તેથી એક પૈસાદાર છોકરા સાથે લગ્ન કરી લે. પછી હું તેમને કહું છું કે જે રિલેશન બનાવીશ એમાં હું ‘પૈસાવાળો બોયફ્રેન્ડ બનીશ.