ઇલીયાના : સુંદરતાનો સાચો મતલબ ચામડીનો રંગ નથી

ઇલીયાના
ઇલીયાના

ઇલીયાના હાલમાં ફિલ્મ ‘અનફેયર એન્ડ લવલી’માં કામ કરી રહી છે

અભિનેત્રી ઇલીયાના ડિક્રુઝ કહે છે સમાજમાં રૂપાળી ચામડી માટે લોકોનું ઝનૂન અજીબોગરીબ છે. પરંતુ સુંદર હોવાનો મતલબ માત્ર રૂપાળા હોવું એ જ નથી. જે રૂપાળા હોય એ જ સુંદર, એવું કહેવું જરાપણ યોગ્ય નથી.

Subscribe Saurashtra Kranti here

કોઇ રંગ જોઇને સુંદરતાની પરિભાષા કરે તો એ મને ગમતું નથી. ઇલિયાના કહે છે રંગ કોઇપણ સુંદરતાની વ્યાખ્યા નથી. ઇલીયાના હાલમાં ફિલ્મ ‘અનફેયર એન્ડ લવલી’માં કામ કરી રહી છે. આ ફિલ્મની કહાની રંગભેદને લગતી છે.

Read About Weather here

બોલીવૂડમાં રંગભેદ છે કે કેમ ? તે વિશે ઇલિયાનાએ કહ્યું હતું કે અહિ દરેક મહિલાને સમાન રીતે પ્રેમ મળ્યો છે અને આ મહિલાઓ સફળ પણ થઇ છે. રંગ માટેનું ઝુનુન ઇન્ડસ્ટ્રીમાં તો નથી જ. મને નથી લાગતું કે આ માટે ઇન્ડસ્ટ્રી ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવે. અનફેયર એન્ડ લવલી ફિલ્મમાં શ્યામવર્ણની છોકરીની કહાની છે. ફિલ્મમાં રણદીપ હુડા પણ મુખ્ય ભુમિકામાં છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here