ઇલિયાનાને જોઇ ફેન્સમાં ગરમીનો માહોલ!

ઇલિયાના
ઇલિયાના

ઇલિયાનાની ગ્લેમરસના સૌ વખાણ પણ કરતા રહે છે

અભિનયની દુનિયામાં દોઢ દાયકાથી કામ કરી રહેલી સુંદરી ઇલિયાના ડીક્રુઝ તાજેતરમાં અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ ધ બીગ બૂલમાં રિપોર્ટરના રોલમાં જોવા મળી હતી. સોયિશલ મિડીયા પર સતત સક્રિય રહેતી ઇલીયાનાની તાજેતરમાં પોસ્ટ થયેલી તસ્વીરો જોઇને ચાહકોએ લખ્યું હતું  કે આ ફોટા જોઇને અમને ગરમી થવા માંડી છે.

Subscribe Saurashtra Kranti here

ઇલિયાનાને જોઇ ફેન્સમાં ગરમીનો માહોલ! ઇલિયાના

તેલુગુ ફિલ્મથી પંદર વર્ષ પહેલા અભિનય શરૂ કરનાર ઇલિયાનાએ સૌથી વધુ સાઉથની ફિલ્મો જ કરી છે. ત્યાં તે મોટી નામના ધરાવે છે. બોલીવૂડમાં તેની પહેલી ફિલ્મ બરફી હતી. ફટા પોસ્ટર નીકલા હીરો, રૂસ્તમ, મુબારકા, બાદશાહો, રેઇડ જેવી ફિલ્મોએ તેની બોલીવૂડમાં પણ અનેક ચાહકો આપ્યા છે. હવે તે અનફેર એન્ડ લવલી નામની ફિલ્મમાં જોવા મળવાની છે.

Read About Weather here

અભિનય કારકિર્દી દરમિયાન તે અનેક એવોર્ડ પણ જીતી ચુકી છે. સોશિયલ મિડીયા પર તે સતત ચાહકોને ચોંકાવતી રહે છે. તેની ગ્લેમરસના સૌ વખાણ પણ કરતા રહે છે. મુંબઇમાં જન્મેલી ઇલીયાના મોડેલીંગ પણ કરી ચુકી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here