આશ્રમ-૨નું ટ્રેલર રીલીઝ: બાબાએ બતાવ્યો પહેલાં કરતા નવો અવતાર

35

ફિલ્મ ડાયરેક્ટર પ્રકાશ ઝા તેની લોકપ્રિય વેબ સિરીઝ આશ્રમની બીજી સીઝન સાથે તૈયાર છે. વિશ્ર્વાસના નામે દંભ ફેલાવનારા આ બાબાઓની પોલ ખોલવા માટે પ્રકાશ ઝાએ તેની બીજી સીઝનમાં ઘણી વાતને છુપાવી છે. તેની નવી સિરીઝનું ટ્રેલર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અને ટ્રેન્ડિંગ થઈ રહૃાું છે. ગયા સીઝનની જેમ આ વખતે પણ બોબી દેઓલ બાબાની ભૂમિકામાં જોવા મળશે, બસ આ વખતે રક્ષક હવે ભક્ષક બની ગયો છે.

આશ્રમના પહેલા ભાગમાં બતાવવામાં આવ્યું હતું કે નિરાલા બાબા આખા વિસ્તારમાં પોતાનો પ્રભાવ પાડવા માંગે છે અને લોકોને પોતાના વશમાં કરવા માંગે છે. તેણે બધા ઉપર પોતાનું શાસન સ્થાપિત કરવું છે. બોબી દેઓલ એક ઢોંગી બાબો બન્યો હતો અને છતાં તે શાંત અને સરળ બતાવવામાં આવ્યો હતો. હવે બીજી સીઝનમાં આ બધું બદલાવા જઈ રહૃાું છે. નિરાલા બાબાના રંગો સંપૂર્ણપણે બદલાઈ જશે અને તેમનો ધંધો જોઇને દરેકની આંખો પહોળી થઈ જશે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે આ બાબા કેવી રીતે છોકરીઓનું શોષણ કરે છે, ડ્રગ્સના વ્યવસાયમાં પોતાને સામેલ કરે છે

અને લોકોને વિશ્ર્વાસના નામે કેવી રીતે મૂર્ખ બનાવે છે. ટ્રેલરમાં આ સવાલ વારંવાર પૂછવામાં આવે છે કે આ બાબા રક્ષક છે કે ભક્ષક? પ્રકાશ ઝાની આ ખાસિયત તેને અન્ય લોકોથી અલગ બનાવે છે. તેઓ હંમેશા પ્રેક્ષકોને વિચારવાની તક આપે છે, તેઓ હંમેશાં કોઈ પ્રશ્ર્ન પર તેમની ફિલ્મ સમાપ્ત કરે છે. આશ્રમ સીરિયલમાં પણ તેણે આ સમાજ માટે ઘણા પ્રશ્ર્નો છોડી દીધા છે. આશ્રમ ચેપ્ટર-૨ ની વાત કરીએ તો બોબી સિવાય અદિતિ પોહનકર, ચંદન રોય સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયનકા, અધ્યયન સુમન, ત્રિધા ચૌધરી, વિક્રમ કોચર, તુષાર પાંડે, સચિન શ્રોફ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. આ સીરિયલ ૧૧ નવેમ્બરના રોજ એમએક્સ પ્લેયર પ્લેયર પર રીલીઝ કરવામાં આવશે.