ડિજિટલ પ્લેટફોર્મ પર બિગ સ્ટાર્સ સતત આવી રહૃાા છે. શાહરુખ ખાનની રેડ ચિલીઝ કંપની નેટલિક્સ પર વેબ શો બનાવી રહી છે. હવે આમિર ખાન પણ આ જ દિશામાં આગળ વધી રહૃાો છે. આમિર ખાનની પ્રોડક્શન કંપની સાથે જોડાયેલા સૂત્રોએ કહૃાું હતું કે એક્ટર પોતાના બેનર હેઠળ સાયન્સ ફિક્શન શો બનાવવાનું આયોજન કરી રહૃાો છે. આ વાત સીક્રેટ રાખવામાં આવી છે. જોકે, આમિરની કંપનીમાં કામ કરનારે આ અંગેની પુષ્ટિ કરી હતી. હાલમાં વેબ શોના સ્ક્રિપ્ટિંગ પર કામ ચાલી રહૃાું છે. ફેબ્રુઆરી મહિનામાં શુટિંગ શરૂ થશે.
આ પ્રોજેક્ટને કપિલ શર્મા ડિરેક્ટ કરશે. તેઓ એડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. આમિરની આ સીરિઝ મૂળ રીત થ્રિલર હશે. જોકે, વાર્તામાં સાયન્સ સાથે જોડાયેલા પ્રયોગો તથા ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે. આમિર ઈન્ડસ્ટ્રીના બિગ સ્ટાર સાથે આ સીરિઝ બનાવવા માગે છે. વરુણ ધવન અને રણબીર કપૂરના નામો ચર્ચામાં છે. માનવામાં આવે છે કે આયુષ્માન તથા રાજકુમાર રાવનો પણ સંપર્ક કરવામાં આવી શકે છે.
આમિરનો આ પ્રોજેક્ટ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર માટે તૈયાર કરવામાં આવશે. હોટસ્ટારના પ્રમુખ ઉદય શંકરની સાથે આમિરના સંબંધો સારા છે. ઉદય શંકરની પહેલ તથા તેમના કહેવાથી આમિરે સ્ટાર પ્લસ માટે ’સત્યમેવ જયતે’ કર્યો હતો. પહેલી સિઝનના લૉન્ચિંગ પર આમિરે બિહાર પ્રવાસ કર્યો હતો. આમિરે આ પ્રોજેક્ટમાં કામ ના કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં આમિર ’લાલ સિંહ ચઢ્ઢા’માં વ્યસ્ત છે. તુર્કીમાં ફિલ્મની વૉર સીક્વન્સ શૂટ થવાની છે. લદ્દાખ તથા કાશ્મીરના શુટિંગમાં પણ મોડું થયું છે. આથી આમિર હવે વૈકલ્પિક લોકેશન શોધી રહૃાો છે. ’લાલ સિંહ’ બાદ આમિર ’મોગુલ’માં વ્યસ્ત થશે. આ ફિલ્મ કોઈને કોઈ કારણે ડીલે થઈ રહી છે. છે. મેકર્સ હવે આ ફિલ્મમાં મોડું કરવા માગતા નથી.