આમિરની દીકરી ઈરાનો ખુલાસો: કહૃાું, ૧૪ વર્ષની હતી ત્યારે મારું યૌન શોષણ થયું હતું

46

આમિર ખાનની દીકરી ઈરા ખાને ગયા મહિને પોતે ક્લિનિકલ ડિપ્રેસ્ડ હોવાની વાત કહી હતી. જોકે, ઈરા ખાનને ઓનલાઈન સપોર્ટ મળવાને બદલે આમિર ખાનની દીકરી તરીકે મળેલા વિશેષાધિકાર અંગે અસંવેદનશીલ પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા. કંગનાએ ઈરાના ડિપ્રેશન પાછળ તેના પેરેન્ટ્સના ડિવોર્સ જવાબદાર હોવાનું કહૃાું હતું. હવે ઈરાએ કહૃાું છે કે તેના ડિપ્રેશન માટે તેના પેરેન્ટ્સના ડિવોર્સ કારણભૂત નથી. આટલું જ નહીં ઈરાએ એમ પણ કહૃાું હતું કે જ્યારે તે ૧૪ વર્ષની હતી ત્યારે તેનું યૌન શોષણ થયું હતું. ઈરાએ સોશિયલ મીડિયામાં ૧૦ મિનિટનો વીડિયો શૅર કર્યો હતો.

ઈરાએ કહૃાું હતું, ’મેં ક્યારેય કોઈને કંઈ જ કહૃાું નહોતું, કારણ કે હું માનું છું કે મારા જે વિશેષાધિકારો છે તેનો અર્થ એ થયો કે હું મારી દરેક બાબત મારી રીતે હેન્ડલ કરીશ. હું ડિપ્રેશનમાં કેમ છું, તેનો જવાબ તો હું પણ આપી શકું તેમ નથી, કારણ કે મને પણ ખબર નથી. છેલ્લાં ઘણાં વર્ષોથી હું આ વાતને સમજવાનો પ્રયાસ કરું છું કે પરંતુ મને જવાબ મળ્યો નથી. આજે હું મારી એકદમ સહજતા ભર્યા જીવન અંગે જણાવવા માગું છું. પૈસા માટે મને ક્યારેય કોઈ મુશ્કેલી પડી નથી. મારા માતા-પિતા, મારા મિત્રોએ મને ક્યારેય કોઈ બાબતનું મારા પર દબાણ કર્યું નથી. વધુમાં ઈરાએ કહૃાું હતું, ’હું સૂતી જ રહેતી હતી. કારણ વગર બસ રડતી હતી અને ગમે ત્યારે અપસેટ થઈ જતી હતી. મારા વર્તનને કારણે ફ્રેન્ડ્સનો મૂડ ખરાબ ના થાય તેથી હું તેમને મળવાનું પણ ટાળતી હતી.

મને ખ્યાલ જ નથી કે મને કઈ બાબત ઉદાસ બનાવી દેતી હતી. મારા પેરેન્ટ્સ આમિર તથા રીના દત્તાના ડિવોર્સ થયા તે વાતથી હું ડિપ્રેશનમાં આવી તેવું લોકો માને છે. હું જ્યારે નાની હતી ત્યારે મારા પેરેન્ટ્સના ડિવોર્સ થયા હતા પરંતુ આ બાબત મારા માટે સહેજ પણ દુ:ખદાયક નહોતી. મારા પેરેન્ટ્સ પરસ્પર સહમતિથી અલગ થયા હતા. તેઓ મિત્રો છે અને આજે પણ અમારો પરિવાર મિત્રની જેમ સાથે રહે છે. અમારો પરિવાર કોઈ પણ રીતે તૂટ્યો નથી. હું છ વર્ષની હતી ત્યારે મને ટીબી થયો હતો પરંતુ ટીબી પણ મારા માટે એટલી મોટી વાત નથી કે હું આટલી દુ:ખી થાઉં.