અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’નું સતત વધ્યું કલેક્શન…!!

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’નું સતત વધ્યું કલેક્શન...!!
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’નું સતત વધ્યું કલેક્શન...!!

આજકાલ લોકોમાં બોલીવુડ ફિલ્મોની સાથોસાથ સાઉથની ફિલ્મોમાં પણ ભરપુર રસ ધરાવતા જોવા મળી છે. તેનું એક કારણ એ પણ ગણાવી શકાય કે, આ સ્માર્ટ સોશિયલ મીડિયાના સ્માર્ટ લોકોને કારણે ભાષાનો કોઈ અવરોધ રહ્યો જ નથી. કેમ કે, ડબિંગે તમામ પ્રકારની ફિલ્મો માટે માર્ગ ખોલ્યો છે.

 સાઉથના તમામ એક્ટર અને એક્ટ્રેસે દેશના લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. તેમાં પણ કેટલાક ખાસ કલાકારો છે. જેમની ફિલ્મો લોકો ચોક્કસપણે જોતા હોય છે.

જેમાં અલ્લુ અર્જુનની ફિલ્મ ટોપ પર છે. હાલમાં જ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ રિલીઝ થઇ હતી, જેણે બોક્સ ઓફિસ પર સતત ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ સતત નવો રેકોર્ડ બનાવી રહી છે.

રિલીઝના પહેલા જ દિવસે, ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ કરી હતી અને લોન્ચ થયા પછી ફિલ્મનું કલેક્શન સતત વધી રહ્યું છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’નું હિન્દી વર્ઝન એક ભેટ સમાન છે. વર્ષના અંતિમ દિવસે, ‘પુષ્પા’ના હિન્દી વર્ઝનના કલેક્શનમાં વધારો થયો હતો.

અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મે તેના ત્રીજા શુક્રવારે લગભગ રૂ. 6 કરોડની કમાણી કરી હતી, પંદર દિવસમાં તેની કુલ કમાણી રૂ. 239.50 કરોડ પર પહોંચી હતી. રવિવારે આ ફિલ્મ રૂ. 250 કરોડને પાર કરી જશે, હિન્દી વર્ઝન જે રીતે પ્રદર્શન કરી રહ્યું છે, તેને જોઇને લાગે છે કે ફિલ્મ જલ્દી જ 300 કરોડ ક્લબમાં પહોંચી જશે.

પુષ્પાનું બોક્સ ઓફિસ કલેક્શન પર એક નજર કરીએ તો;

પહેલા અઠવાડિયામાં રૂ. 177.75  કરોડ

બીજા અઠવાડિયામાં રૂ. 55.75 કરોડ

ત્રીજા અઠવાડિયામાં રૂ. 6 કરોડ

Read About Weather here

ત્રીજા શુક્રવારનું કલેક્શન ફિલ્મની ઓપનિંગ ડે કરતાવધુ હતું અને નવા વર્ષની ઉજવણીને જોતા હાલના એક બે દિવસમાં કલેક્શનમાં વધારો થવાની સંપૂર્ણ શક્યતા છે. પહેલા એવી ઘારણા હતી કે 7 જાન્યુઆરીએ RRR ના રિલીઝ થવાની સાથે આ કલેક્શન પર અસર થશે પરંતુ હવે કોરોનાને લઇને RRR ની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી છે. એટલે પુષ્પાનું કલેક્શન હજી વધવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here