ગત શનિવારે ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવી ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. આ સાથે ભારતે બીજો વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો. 2007માં સૌપ્રથમ વખત રમાયેલ ટી 20 વર્લ્ડ કપ પણ ભારતે જીત્યો હતો અને હવે 2024માં. ખાસ વાત છે કે બંને વખતે રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો ભાગ હતો.
2007 માં પ્લેયર તરીકે આને 2024 માં કેપ્ટન તરીકે. 29 જૂનના મેચ જીત્યા બાદ રોહિત શર્માએ બાર્બાડોસની પીચ પર જઈ માટી ખાધી હતી. આ તેનો છેલ્લો ટી20 મેચ પણ હતો.
રોહિત શર્મા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યાર બાદ પીચ પર જઈને માટી ખાધી અને પોતાની આ ક્ષણ યાદગાર કરી. આ તકે ટેનિસ પ્લેયર જોકોવિચ પણ યાદ આવે છે. જોકોવિચે વિમ્બલડન જીત્યા બાદ ટેનિસ કોર્ટે પર ઘાસ ખાધું હતું અને પોતાની એ ક્ષણ આ રીતે યાદગાર કરી હતી.
Visit Saurashtra Kranti E-paper here