અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં હોવાના સમાચર અફવા: અભિષેક બચ્ચન

33

અભિષેક બચ્ચને એ સમાચાર પર તેની પ્રતિક્રિયા આપી છે જેમાં કહેવામાં આવી રહૃાું હતું કે તેના પિતા અમિતાભ બચ્ચન ખરાબ તબિયતને કારણે હોસ્પિટલમાં એડમિટ છે. સોમવારે અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે બિગ બી શનિવારે હોસ્પિટલમાં એડમિટ થઈને સારવાર લઇ રહૃાા છે કારણકે તેમને કોઈ ઇજા થઇ છે. આ સમાચારનો છેદ ઉડાવતા અભિષેક બચ્ચન સાથે વાતચીત કરીને કહૃાું, હું તેમને (અમિતાભ બચ્ચન) પૂછું છું કારણકે તેઓ મારી સામે બેઠા છે. કદાચ હોસ્પિટલમાં તેમના ડુપ્લીકેટ હશે.

બિગ બી હાલ ’કૌન બનેગા કરોડપતિ ૧૨’શો હોસ્ટ કરી રહૃાા છે. અમિતાભ આ જ વર્ષે ૧૧ જુલાઈના રોજ કોરોનાનો શિકાર થયા હતા. તેમની સાથે તેમનો દીકરો અભિષેક, વહુ ઐશ્ર્વર્યા અને પૌત્રી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. એક મહિના સુધી હોસ્પિટલમાં રહૃાા બાદ બિગ બી સ્વસ્થ થઈને પરત ફર્યા હતા. અભિષેક, ઐશ્ર્વર્યા અને આરાધ્યાને પણ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. થોડા સમય સુધી આરામ કર્યા બાદ બિગ બીએ ફરી શોનું શુટિંગ કરી દીધું હતું.