બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનને પ્રાણીઓ પ્રત્યે ઘણો જ લગાવ છે. તેઓ અવાર-નવાર પોતાના પાલતુ પ્રાણીઓના ફોટો શૅર કરતા હોય છે. હાલમાં જ તેમના પાલતુ ડૉગનું મોત થયું હતું. બિગ બીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. અમિતાભ આ વાતથી ઘણાં જ દુઃખી છે.
Visit Saurashtra Kranti Homepage here
બિગ બીએ પોતાના પાલતુ ડૉગને યાદ કરીને ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું, ‘અમારો નાનકડો મિત્ર, તે મોટો થાય છે અને પછી એક દિવસ છોડીને જતો રહે છે.’ બિગ બીએ એમ પણ કહ્યું હતું કે આઘાતજનક સમાચાર, પરંતુ જ્યારે તે આસપાસ હોય છે તો તે આપણા જીવનની આત્મા હોય છે. જોકે, બિગ બીએ પોતાના ડૉગીનું નામ જાહેર કર્યું નહોતું. 2013માં બિગ બીના પાલતુ ડૉગ શનૌકનું બીમારીને કારણ મોત થયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here