અભિનેતા જિમી શેરગિલની ધરપકડ, શૂટિંગ માટેના કોરોના પ્રોટોકોલનો ભંગ !

જિમી શેરગિલની ધરપકડ
જિમી શેરગિલની ધરપકડ

અભિનેતા જિમી શેરગિલની કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘનના આરોપસર બુધવારે પંજાબના લુધિયાણા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે

જિમી શેરગિલ પર શૂટિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે-સાથે અન્ય નિયમોનું ઘોર ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ છે.

Subscribe Saurashtra Kranti here

લુધિયાણાની આર્ય સ્કુલમાં એક પંજાબી ફિલ્મનું શૂટિંગ ચાલી રહૃાું હતું જેથી પાર્કિંગમાં અનેક ફોર વ્હીલર્સનો મેળાવડો જામ્યો હતો. આ અંગે જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને શૂટિંગ અટકાવી દીધું હતું. ફિલ્મના ડિરેક્ટરે તેમને મંજૂરીના કાગળ દેખાડ્યા હતા. જો કે, પોલીસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવાના આરોપસર ડિરેક્ટર સહિત ૨ લોકોને ૨-૨ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Read About Weather here

પોલીસ પહોંચી તે સમયે અનેક લોકોએ માસ્ક નહોતું પહેરેલું. પોલીસને જોઈને ત્યાં ઉપસ્થિત લોકોએ માસ્ક પહેરી લીધું હતું અને જેમના પાસે માસ્ક નહોતું તેમણે રૂમાલ કે જે કાપડ મળે તેના વડે મોઢું ઢાંકી લીધું હતું.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here