અનિલ કપૂરે કલાકારોની વધી રહેલી ફી અંગે ચિંતા વ્યકત કરી

અનિલ કપૂરે કલાકારોની વધી રહેલી ફી અંગે ચિંતા વ્યકત કરી
અનિલ કપૂરે કલાકારોની વધી રહેલી ફી અંગે ચિંતા વ્યકત કરી

અનિલ કપૂરે પણ કલાકારોની વધી રહેલી ફીને કારણે ચિંતા વ્યકત કરી છે. બોલીવુડમાં છેલ્લા ઘણા સમયથી એકટર્સની ફીને લઈને ફિલ્મના બજેટ પર જે અસર પડે છે એ વિશે ચર્ચા ચાલી રહી છે. કરણ જોહરે હાલમાં કહ્યું હતું કે કલાકારો જે જંગી રકમની ડિમાન્ડ કરી રહ્યા છે એની સીધી અસર ફિલ્મ પર પડે છે.

અનિલ કપૂરે કલાકારોની વધી રહેલી ફી અંગે ચિંતા વ્યકત કરી અનિલ

એ વિશે અનિલ કપૂર કહે છે.આ ચર્ચાનો વિષય છે.દરેક એકટર્સ અભિનેત્રી અને ટેકિનશ્યન ખાસ કરીને સ્ટાર્સે વધુ વાસ્તવિક બનવાની જરૂર છે જેથી ફિલ્મમેકર વધુ સારી રીતે ફિલ્મ બનાવી શકે.મેં સાંભળ્યું છે કે કરણ જોહરે સ્ટાર્સની જંગી ફી વિશે જે વાત કરી છે હું તેની સાથે સહમત છું.મારા પિતા પણ પ્રોડયુસર હતા.

અનિલ કપૂરે કલાકારોની વધી રહેલી ફી અંગે ચિંતા વ્યકત કરી અનિલ

સારી ફિલ્મો બનાવવા માટે મારી ફેમિલી ખૂબ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ છે. અમે અમારા પૈસા ફિલ્મ બનાવવા પાછળ લગાવી દીધા હતાં.પરંતુ સ્ટાર્સની જંગી ફીને કારણે અમે ફિલ્મની ગુણવત્તા નહોતી જાળવી શકતા. સ્ટાર્સની ફીની અસર બજેટ પર પડે છે. પ્રોડયુસર તરીકે મેં એનો અહેસાસ કર્યો છે.

અનિલ કપૂરે કલાકારોની વધી રહેલી ફી અંગે ચિંતા વ્યકત કરી અનિલ

ફ્રીમાં ફિલ્મોમાં કામ કર્યું છે
અનિલ કપૂરે ફિલ્મોમાં ફ્રીમાં કામ કર્યું છે જેથી તે દર્શકો સુધી પહોંચી શકે.આજે બોલીવુડમાં સ્ટાર્સ ખૂબ મોટી રકમ ચાર્જ કરે છે. પોતાના સમયની વાત કરતાં અનિલ કપૂર કહે છે. દુનિયામાં ગમે તે થઈ જાય હું તો કમાઈશએ વિચારો સાથે હું કયારેય કામ નથી કરતો.હું હંમેશાં મારી ફી ઓછી કરવા માટે તૈયાર રહું છું.

ફી ઓછી લેવાની વાત તો છોડો, મેં ફિલ્મો પર મફતમાં કરી છે. મેકર્સને સપોર્ટ કરવા માટે મેં એક પણ પૈસા ચાર્જ નથી કર્યા એવું પણ ઘણીવાર બન્યું છે.મારે તેમનું નામ નથી લેવું મારી જનરેશનના અને એ પહેલાંના એવા ઘણા એકટર્સ છે જેમણે ફી ઘટાડી છે અને મફતમાં ફિલ્મમાં કામ કર્યું છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here