બોલિવૂડ એક્ટર અજય દેવગણ અત્યારે તેના કરિયરના સૌથી સફળ તબક્કામાં છે. તે એક પછી એક નવા પ્રોજેક્ટ સાથે ચર્ચામાં આવી રહૃાો છે. આ વર્ષના પ્રારંભમાં જ તેણે તાન્હાજી, ધ અનસંગ વોરિયર દ્વારા શાનદાર કમાણી કરી હતી. ત્યાર બાદૃ તે એક પછી એક ફિલ્મો સાઇન કરી રહૃાો છે. હવે સમાચાર મળ્યા છે કે અજય દેવગણે પાંચ નવા પ્રોજેક્ટ સાઇન કર્યા છે. અજય દેવગણે એમેઝોન પ્રાઇમ સાથે પાંચ નવા પ્રોજેક્ટ કરવાનો નિર્ણય લીધો છે.
હકીકતમાં એમેઝોન સાથે સલમાન ખાને સૌથી મોંઘી ડીલ સાઇન કર્યા બાદ અજય દેવગણના આ પાંચ પ્રોજેક્ટ ભારતીય ફિલ્મનો બીજો સૌથી મોંઘો કરાર પુરવાર થશે. ટૂંક સમયમાં જ આ પ્રોજેક્ટની જાહેરાત થશે. હાલમાં તો તેની સાથે સંકળાયેલા લોકો વચ્ચે ચર્ચા થવાની બાકી છે. આ ઉપરાંત અજય દેવગણ એક વેબ સિરીઝમાં પણ ડેબ્યુ કરી રહૃાો છે.
આ સિરીઝને લૂથર નામ આપવામાં આવ્યું છે. અજય દેવગણની એક ફિલ્મની તાજેતરમાં જ જાહેરાત કરાઈ છે જેમાં તે અમિતાભ બચ્ચન સાથે કામ કરનારો છે. આ ફિલ્મમાં સાત વર્ષ બાદૃ અજય દેવગણ અને અમિતાભ જોવા મળનારા છે. આ ફિલ્મનો ડાયરેકટર અને પ્રોડ્યુસર પણ અજય દેવગણ જ છે.