અંકિતા લોખંડે તેમના કામ કરતા વધારે અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને કારણે પણ લોકો તેને અપશપ બોલ્યા કરે છે. અંકિતા આ ટ્રોલિંગથી કંટાળી ગઈ છે. આને પહોંચી વળવા તેણે હાલમાં જ એક લાઈવ સેશનનું આયોજન કર્યું હતું, જ્યાં તે સુશાંતના ચાહકોને અપીલ કરી રહી છે કે તેની છબી ના બગાડો. અંકિતા આ દરમિયાન કહેતી જોવા મળી હતી કે, ‘જે વસ્તુઓ મને પસંદ નથી, હું તેનું પાલન નથી કરતી, પરંતુ અન્ય કોઈને તેના એકાઉન્ટમાં જઇને હું ગાળો પણ નથી આપતી. લાઈવ સેશન દરમિયાન અંકિતાએ લોકો સાથે પોતાની સમસ્યાઓ શેર કરી.
તેણે કહૃાું કે જ્યારે કોઈ તેને સોશિયલ મીડિયા પર ખરાબ ટિપ્પણી કરે છે ત્યારે તેને ખૂબ ખરાબ લાગે છે અને તેની અસર તેના પરિવાર પર પણ પડે છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ તેની સાથે ન્યાય ન કરે, કારણ કે કોઈને મારી કહાની ખબર નથી. લાઈવ સેશન દરમિયાન અંકિતાએ એમ પણ કહૃાું હતું કે જે લોકોને સુશાંત સિંહ રાજપૂત સાથેના તેના સંબંધો વિશે ખબર નથી તેણે તેમને દોષી ઠેરવી છે, પણ હકીકત એમ છે કે તેણે કશું ખોટું કર્યું નથી.
અંકિતા ઘણીવાર તેના ડાન્સ વીડિયો સહિત ઘણી પોસ્ટ્સ શેર કરે છે, જેના પર લોકો તેમની સામે ગંદી કોમેન્ટ કરે છે. આથી અંકિતાને ખૂબ જ ખરાબ લાગે છે. તે લોકોને અપીલ કરી રહી છે કે જો લોકોને તેમની સોશિયલ મીડિયા પ્રવૃત્તિમાં કોઈ સમસ્યા હોય તો તે તેમને અનફોલો કરી શકે છે. અંકિતાએ કહૃાું કે તેને ટ્રોલિંગ કરવામાં કોઈ વાંધો નથી.