અંકિતા લોખંડેએ ફોટો શેર કરીને બોયફ્રેન્ડની માંગી માફી, કહૃાું- માફ કરજે

45

સુશાંતના મોત બાદ અંકિતા લોખંડે ભારે ચર્ચામાં આવી હતી. તેણે હંમેશા પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને સત્ય સામે ઝઝુમતી રહી. જો કે હજુ સુધી આ કેસમાં કોઈ નક્કર સોલ્યુશન સામે આવ્યું નથી અને એમનેમ સમય પસાર થઈ રહૃાો છે. આ મુશ્કેલ સમયમાં તેના બોયફ્રેન્ડ વિક્કી જૈને પણ તેમનો સાથ આપ્યો હતો. વિક્કીના આ ટેકા માટે અંકિતાએ હવે પ્રેમ વ્યક્ત કર્યો છે. તેણે હાલમાં ઈન્સ્ટા પર વિક્કી માટે એક સુંદર પોસ્ટ શેર કરી છે.

બોયફ્રેન્ડ વિક્કી સાથે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરતાં અંકિતાએ લખ્યું છે કે- ‘તમારી જે મારા પ્રત્યે લાગણી છે એને વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. અમને બંનેને એક સાથે જોયા પછી એક વાત જે મારા મગજમાં આવે છે તે એવી છે કે હું ભગવાનની આભારી છું કે તેણે મારા જીવનમાં તમને મારા મિત્ર, જીવનસાથી અને સોલમેટ તરીકે મોકલ્યા છે. હંમેશાં મને ટેકો આપવા બદલ આભાર. મારી બધી મુશ્કેલીઓને તમારી બનાવવા માટે અને જ્યારે પણ મને જરૂર હોય ત્યારે મને ટેકો આપવા બદલ આભાર. મારી સપોર્ટ સિસ્ટમ બનવા બદલ આભાર. સૌથી મહત્વપૂર્ણ મને અને મારા સંજોગોને સમજવા બદલ ખૂબ આભાર.

આ સાથે જ અંકિતાએ પોસ્ટમાં એક વાત માટે વિક્કીની માફી પણ માંગી છે. તેમણે આગળ લખ્યું- ‘મારા કારણે તમારે ટીકાઓ સહન કરવી પડી કે જેના માટે તમે હકદાર પણ નહોતા, તો તેના માટે મને માફ કરજો. શબ્દો ખુટી જાય છે પણ આ બોન્ડ શાનદાર છે. આઈ લવ યુ. સુશાંતના મૃત્યુ પછી અંકિતા અંદરથી તૂટી ગઈ હતી. તે સમયે તેણે સુશાંતની બહેનોને પ્રોત્સાહન આપ્યું અને તેમનો પોતાનો ટેકો વિક્કી બન્યો હતો.