અમદાવાદમાં ‘નલ સે જલ યોજના હેઠળ ૧૩ હજારથી વધુ ગેરકાયદે જોડાણો કાયદેસર થયા

શહેરમાં ગેરકાયદેસર બાંધકામોની માફક ગેરકાયદે પાણીના જોડાણો પણ સંખ્યાબદ્ધ પ્રમાણમાં છે. આ ગેરકાયદૃે જોડાણો શોધવા કોર્પોરેશન માટે કપરું કામ છે. શોધ્યા પછી પણ તે કાપવું અઘરું છે. તેથીય વિશેષ તે માનવ અધિકારોની વિરુદ્ધ છે. જેથી ગુજરાત સરકારે પૈસાની આવક સાથે ગેરકાયદે જોડાણો કાયદેસર થવાથી એક કાયમી આવક ઉભી થઇ જાય તે માટે ‘નલ સે જલ યોજના શરૂ કરી હતી. માત્ર રૂપિયા ૫૦૦માં કાયદેસર જોડાણ આપવાની યોજના બહાર પાડી હતી. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત ૧૩ હજાર લોકોએ ગેરકાયદેસર જોડાણો કાયમી કરાયા હોવાની જાહેરાત કરી છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ શહેરમાં મોટા ભાગે સ્લમ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં પાણી અને ગટરના ગેરકાયદૃે જોડાણો લઈ લેવામાં આવ્યાં હતાં. તે જ રીતે ગેરકાયદૃે ઉભા થઇ ગયેલા કોમ્પ્લેક્ષ તેમ જ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદૃે પાણી અને ગટરના જોડાણો લેવાયાં હતાં. આ જોડાણો રાજકીય દબાણ કે અન્ય કારણોસર કાપવામાં આવતા ન હતાં અને તોડવામાં સરકારી મશીનરીનો ઉપયોગ તથા સમયનો વેડફાટ વધુ થાય તેમ હતો. તેમાંય વળી જો કોઈ કાનૂની રાહે કાર્યવાહી કરે તો તકલીફો ઉભી થાય તેમ હતી.

દરમિયાનમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ‘નલ સે જળ યોજના શરૂ કરી હતી. આ યોજનામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે સરકારે જાહેરાત કરી હતી. તેની સાથે-સાથે કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કાઉન્સિલરોને મેદૃાનમાં ઉતારવામાં આવ્યાં છે. તેનાં ભાગરૂપે ૧૩ હજાર લોકોએ ગેરકાયદૃે જોડાણો કાયદૃેસર કરાવ્યાં છે.